મોરબી જિલ્લા પંચાયત આરોગ્ય વિભાગ અને પ્રાથમીક આરોગ્ય કેન્દ્ર દલડી ના સહયોગથી તમાકુ નિયંત્રણ કાર્યક્રમ અંતર્ગત ચિત્ર હરીફાઇ યોજાઇ.
તમાકુ કંટ્રોલ સેલ મોરબી અને પ્રાથમીક આરોગ્ય કેન્દ્ર દલડી દ્રારા કાછીયાગાળા પ્રાથમીક શાળા ખાતે વ્યસનની મુકતી જાગૃતી અર્થે ચિત્ર સ્પર્ધાનું આયોજન કરવામાં આવેલ.
તમાકુ નિષેધ ચિત્ર હરીફાઈમાં ૩૦ જેટલા બાળકોએ ભાગ લીધેલ જેમાં બાળકોએ વ્યસનની શારીરિક અસરો/માનસિક અસરો/આથિક અસરો.વીશે ચિત્ર મારફત ચીત્રણ કરી દર્શાવતા વિવિઘ ચિત્ર તૈયાર કરેલ. તેમાંથી વિજેતા થનાર પ્રથમ ત્રણ વિદ્યાર્થીને ઈનામ આપવામાં આવેલ તેમજ સ્પર્ધામાં ભાગ લેનાર તમામ વિદ્યાર્થીને પ્રોત્સાહન ઈનામ આપવામાં આવેલ અને સાથે શાળાના તમામ વિદ્યાર્થીઓ ને નાસ્તો કરાવામાં આવેલ.
કાર્યક્રમના અંતે તમાકુ સેલ મોરબીના એસ.ડબલ્યુ. તેહાનભાઇ શેરસીયાએ તમાકુના દૂષણ વિષે શાળાના તમામ વિદ્યાર્થીને શારીરિક અને આર્થિક નુકશાની વિશે માહિતી આપી કુટુબના સભ્યોનેતમાકુના દુષણથી મુકત કરવા અપીલ કરી હતી.
આ કાર્યક્રમને સફળ બનાવવા શાળાના આચાર્યશ્રી તથા તમામ સ્ટાફ ગણ , જિલ્લા પંચાયત તમાકુ નિયંત્રણ કર્મચારી તેહાન શેરસીયા,TMPHS માથકીયાભાઈ તેમજ પ્રાથમીક આરોગ્ય કેન્દ્ર દલડી ના સુપરવાઇઝર કાળુભાઇ કાછીયાગાળા હેલ્થ એન્ડ વેલનેસ સેન્ટરના સી.એચ.ઓ. અને સ્ટાફ અને RBSK ટીંમના ડો.વીશાલ શીલુ હાજર રહેલ.આભારવિધિ શાળાના આચાર્ય એ કરેલ