વાંકાનેર રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘના અધ્યક્ષ,પૂર્વ બી.આર.સી.કો.ઓ.અને માલધારી નેશ શાળાના આચાર્ય અશોકભાઈ સતાસીયાના પુત્ર બંસી સતાસીયાએ તાજેતરમાં Gujarat Public Service Commission જી.પી.એસ.સી.દ્વારા લેવાયેલ પ્રિલીમ,મેઈન્સ અને ઓરલ એક્ઝામમાં ઝળહળતો દેખાવ કરી સમગ્ર ગુજરાતમાં 49 મો ક્રમાંક પ્રાપ્ત કરી કલાસ-૨ Agricultural Officer તરીકે પસંદગી થતા ચોમેરથી શુભેચ્છાઓનો વરસાદ વરસી રહ્યો છે.તેમજ સર્વિસ સેવા કાળ દરમ્યાન જગતના તાત ધરતીપુત્રો એવા ખેડૂતોની સેવા કરતા રહે,જરૂરી મદદ કરતા રહે એવી અભિલાષા પણ વ્યક્ત થઈ રહી છે.