કાંતિ અમૃતિયા ની મહેનત રંગ લાવી મોરબીના ઉદ્યોગકારો માટે ખુશખબર ગેસના ભાવમાં રૂપિયા પાંચનો ઘટાડો
કચ્છ મોરબી સાંસદ વિનોદભાઈ ચાવડા પ્રદેશ ઉપાધ્યક્ષ જયંતીભાઈ કવાડિયા અને ધારાસભ્ય કાંતિભાઈ અમૃતિયાની સફળ રજૂઆત
ગુજરાતમાં ભાજપ ની રેકર્ડ બ્રેક બેઠકો જીતીને મોરબીમાં ભવ્યાથી ભવ્ય જીત બાદ ગેસના ભાવ ઘટાડી સિરામિક ઉદ્યોગને રાહત મળે એ માટે સાંસદ તથા પ્રદેશ ભાજપ મહામંત્રી વિનોદભાઈ ચાવડા જયંતીભાઈ કવાડિયા અને ધારાસભ્ય કાંતિભાઈ અમૃતિયાએ કરેલ જોરદાર રજૂઆતના અનુસંધાનમાં ગુજરાત ગેસ દ્વારા ઉદ્યોગ ને અપાતા ગેસ માં રૂપિયા પાંચનો ઘટાડો કરવામાં આવ્યો છે સિરામિક ઉદ્યોગકારોમાં આનંદ વ્યાપી ગયો છે