મોરબી માળિયા વિધાનસભા બેઠક પર ભાજપે લડાયક યોદ્ધા કાંતિ અમૃતિયા ને ચૂંટણી મેદાન માં ઉતર્યા હતા ત્યારે પ્રદેશ ભાજપ ને ખાતરી સાથે કાંતિ અમૃતિયા એ જંગી લીડ થી જીતવાનું વચન આપેલું.
(અહેવાલ: મયંક દેવમુરારી)
જે ચૂંટણી ના પરિણામ બાદ કાંતિ અમૃતિયા ૬૨ હજાર કરતાં વધારે લીડ થી વિજેતા થતાં ગાંધીનગર ખાતે ભારતીય જનતા પાર્ટી, ગુજરાત પ્રદેશ અધ્યક્ષ સી આર પાટીલ સાથે શુભેચ્છા મુલાકાત કરી અને 156 બેઠકો મેળવવા બદલ અભિનંદન પાઠવ્યા હતા
આ વેળાએ મોરબી બેઠક પરથી 62000 જેવા માર્જીનથી વિજય મેળવવા બદલ સી આર પાટીલે કાંતિભાઈને પીઠ થાબડી હતી અને સન્માન સ્વિકારતા અત્યંત ભાવવિભોર બન્યા હતા