સ્પર્શ સ્કીન એન્ડ કોસ્મેટીક ક્લીનીકને એપલ હોસ્પીટલમાં સાત વર્ષ પૂર્ણ થયા એ અંતર્ગત કરાયુ અનેરુ આયોજન
મોરબી શહેરમાં છેલ્લા 15 વર્ષથી કાર્યરત અને વિવિધ એવોર્ડ મેળવનાર એવી ખ્યાતનામ સ્પર્શ સ્કીન એન્ડ કોસ્મેટીક ક્લીનીકનું આજથી સાત વર્ષ પહેલા ડો. જયેશભાઈ સનારીયા દ્વારા શહેરની એપલ હોસ્પીટલમાં સ્થળાંતર કરવામા આવ્યુ હતુ. આજ રોજ સ્પર્શ ક્લીનીકને એપલ હોસ્પીટલમાં સાત વર્ષ પૂર્ણ થતા સાતમી વર્ષગાંઠ નિમિતે દર્દીની ઉત્કૃષ્ઠ સારવાર કઈ રીતે પ્રદાન કરવી, દર્દી તેમજ તેમના સગા સાથે કઈ રીતે વર્તન કરવું, દર્દીની સારવાર દરમિયાન શું કાળજી રાખવી?
સારવાર બાદ સમયાંતરે સંપર્ક કરી આરોગ્ય વિષયક માર્ગદર્શક પૂરું પાડવું અને પર્સનલ ડેવલપમેન્ટ અંતર્ગત શરીરના હાવ-ભાવ, અવાજ, બોલવાની સ્પીડ અને દર્દીને સમજી શકાય એવી ભાષામાં કઈ રીતે વાત કરવી એ વિષય પર રાજકોટના 14 વર્ષના અનુભવી એવા પબ્લિક સ્પીકર શ્રીમાન વિરલ ગોહેલ સાહેબ દ્વારા સેમિનાર આયોજીત કરવામાં આવ્યો હતો.
આ પ્રસંગે મુખ્ય મહેમાન તરીકે મોરબીના ડાયરેક્ટર ડી. આર . ડી.એ.અને આસીસ્ટન્ટ કલેક્ટર શ્રીમાન નવલદાન ગઢવી સાહેબ
અને મોરબી ઇન્ડિયન મેડિકલ એસોસિએશનના પ્રમુખ ડો. હેમાબેન પટેલ, સેક્રેટરી ડૉ. કૃષ્ણ ચગ સાહેબ,ડો. અલ્કેશ પટેલ તેમજ સ્પર્શ બાળકોની હોસ્પિટલના ડો. મનીષભાઈ સનારિયા પણ હજાર રહયા હતા અને સ્પર્શ ટીમના દરેક સભ્યોને અલગ -અલગ છેત્રના એવૉર્ડ આપીને સન્માનિત કર્યાં હતા.
આજના ભાગદોડના સમયમાં ડોક્ટરે પોતાના અને આધ્યાત્મિક વિકાસ માટે સમય કાઢીને સમાજને મહત્તમ મદદ કઈ રીતે કરી શકે? દર્દીની તકલીફ સહાનુભૂતિથી કઈ રીતે ઓછી કરી શકાય અને ડોક્ટરના વ્યવસાયને વ્યવસાય ના ગણીને સેવા ગણી સમાજને કઈ રીતે વધુ ઉપયોગી થઇ શકાય, આજના હરીફાઈના જમાનામાં ભગવાન ઉપર વિશ્વાસ રાખીને સારા માણસ કઈ રીતે બનવું તેમજ ચિંતામુક્ત જીવન કઈ રીતે જીવવું તે વિષય પર ગઢવી સાહેબે માર્ગદર્શન આપ્યું હતું.
તદુપરાંત સ્કીન એન્ડ કોસ્મેટીક ક્લીનીકના ડાયરેક્ટર ડો. જયેશ સનારીયા તથા ડો.શીતલ સનારીયા દ્વારા બેસ્ટ પરફોર્મન્સ ઓફ ધ યર(2021-22) નો એવોર્ડ 7 વર્ષના અનુભવી અને મિલનસર સ્વભાવવાળા મેડિકલ ઓફિસર ડો. ઉર્મિલા ભીમાણી મેડમ અને થેરાપીસ્ટ મિસ. કીર્તિબેન રાઠોડને એનાયત કરવામા આવ્યો હતો તેમજ સ્પર્શ ફેમિલી ના સ્ટાફ દ્વારા સરપ્રાઈઝ રૂપે ડો. જયેશ સનારિયા ને પણ બેસ્ટ મેન્ટર નો એવોર્ડ આપ્યો હતો.
અત્રે ઉલ્લેખનીય છે કે સમગ્ર ગુજરાતમાં બેસ્ટ ક્લીનીકનો એવોર્ડ મેળવનાર સ્પર્શ ક્લીનીક દ્વારા સ્કીન, વાળ, કોસ્મેટીક, લેસર તેમજ હેર ટ્રાન્સપ્લાન્ટની અદ્યતન તેમજ ઉત્કૃષ્ઠ સારવાર છેલ્લા 15 વર્ષથી પ્રદાન કરવામા આવી રહી છે ત્યારે, આ તકે ડો. જયેશ સનારીયા તથા ડો. શિતલ સનારીયા દ્વારા લોકોએ તેમના પર મુકેલ વિશ્વાસ તથા અતુટ શ્રધ્ધા બદલ આભારની લાગણી વ્યક્ત કરવામાં આવી હતી, તે ઉપરાંત ભવિષ્યમાં પણ તબીબી ક્ષેત્રે મોરબી શહેર તથા જીલ્લાના લોકોને વધુ ઉત્કૃષ્ઠ સારવાર મળી રહે તે માટે તેઓ તથા તેમની સ્પર્શ ટીમ હરહંમેશ કટીબધ્ધ તથા પ્રયત્નશીલ રહેશે તેમ જણાવ્યું હતું.
ડો. રેડી લેબોરેટરી ફાર્મા કંપનીના એરિયા સેલ્સ મેનેજર નીરવભાઈ મહેતા અને યોગેશ જોધાણીના સહયોગથી સેમિનાર સફળ રહ્યો હતો