પશ્ચિમ ગુજરાત વીજ કંપની લિમિટેડ ઊર્જા સપ્તાહ ઉજવી રહ્યું હોય જે અંતર્ગત પીજીવીસીએલ મોરબી વર્તુળ કચેરી દ્વારા આગામી તા -14 ડિસેમ્બર થી 20 ડિસેમ્બર 2022 દરમિયાન અત્રેની કચેરી ના તાબા હેઠળ ની વિભાગીય તેમજ પેટા વિભાગીય કચેરી ખાતે અલગ અલગ જનજાગૃતિ ના અભિયાન/કાર્યક્રમ તેમજ લાઇન પર કામ કરતા તમામ ટેકનિકલ સ્ટાફ તેમજ કોન્ટ્રાકટર ના માણસો ની જાગૃતિ માટે આયોજન કરેલ છે. જે અંતર્ગત અકસ્માત નિવારણ મોકડ્રિલ, સલામતી ના સૂત્રો તેમજ વૃક્ષારોપણ, અકસ્માત નિવારણ માટે ફીડરો ઉપર પરીક્ષણ, શાળા/કોલેજ ના વિદ્યાર્થીઓ માટે ચિત્ર સ્પર્ધા, નિબંધ સ્પર્ધા, ક્વિઝ નું આયોજન કરેલ છે. વધુ માં તા ૨૦.૧૨. ના રોજ વીજ સલામતી અને ઉર્જા બચતની જાગૃતિ કેળવવા તથા ખરા અર્થમાં સલામતી અને ઉર્જા બચત નો સંદેશ છેવાડાના ગ્રાહક સુધી પહોચાડવા અને અવગત કરાવવા પીજીવીસીએલ મોરબી દ્વારા રેલીનું આયોજન કરેલ છે જેમાં સલામતી તથા ઉર્જા બચત અંગે ના બેનર સાથે પેમ્ફલેટ નું વિતરણ દ્વારા જન જાગૃતિ અંગે નું આયોજન કરેલ છે.