તારીખ 12/12/2022 ના રોજ મેસરિયા સીઆરસી માં ગણિત -વિજ્ઞાન પર્યાવરણ પ્રદર્શન યોજાયું હતું.જેમાં નવ શાળા એ પોતાની કૃતિ રજુ કરી હતી.
તેમાં શ્રી ગુંદાખડા પ્રાથમિક શાળા ની કૃતિ વ્હીકલ પ્રોટેકશન શિલ્ડ બાળ વૈજ્ઞાનિકો ખમાણી વિજય અને ગોધાણી વિશાલ તથા માર્ગદર્શન શિક્ષક શ્રી સાગર ઉમેશકુમાર ડી. દ્રારા બનાવામાં આવી હતી જેને પ્રથમ નંબર આપવામાં આવ્યો હતો.
આ પ્રદર્શન માં સીઆરસી દિવ્યેશભાઈ ગઢીયા તાલુકા શાળા આચાર્ય દિલીપભાઈ ચૌહાણ, ભલગામ આચાર્ય ભાવેશભાઈ, શૈક્ષિક સંઘ મહિલા પાંખ પ્રમુખ લાભુબેન તથા સીઆરસી ના આચાર્ય એ હાજરી આપી હતી