તાલુકા હેલ્થ ઓફીસ વાંકાનેર અને પ્રાથમીક આરોગ્ય કેન્દ્ર લુણસર દ્રારા ભેરડા સરકારી હાઇસ્કુલ ખાતે વ્યસનની જાગૃતી અર્થે ચિત્ર/નિબંઘલેખન સ્પર્ધાનું આયોજન કરવામાં આવેલ.
તમાકુ નિષેધ ચિત્ર હરીફાઈમાં ૩૪ જેટલા બાળકોએ લાભ લીધેલ જેમાં બાળકોએ વ્યસનની શારીરિક અસરો/માનસિક અસરો/આથિક અસરો.વીશે ચિત્ર મારફત ચીત્રણ કરી દર્શાવતા વિવિઘ ચિત્ર તૈયાર કરેલ. તેમાંથી વિજેતા થનાર પ્રથમ ત્રણ વિદ્યાર્થીને ઈનામ આપવામાં આવેલ તેમજ સ્પર્ધામાં ભાગ લેનાર તમામ વિદ્યાર્થીને પ્રોત્સાહન ઈનામ આપવામાં આવેલ અને સાથે શાળાના તમામ વિદ્યાર્થીઓને નાસ્તો કરાવામાં આવેલ.
કાર્યક્રમના અંતે આર.બી.એસ.કે. મેડીકલ ઓફીસર ડો.વીભુતી રાજવીર અને મેડીકલ ઓફીસર ડો.જાવેદ મસાકપુત્રા એ તમાકુના દૂષણથી થતા રોગ વિષે માહિતી આપવામાં આવેલ.
આ કાર્યક્રમને સફળ બનાવવા શાળાના આચાર્યશ્રી ભાવેશભાઇ ભાલોડીયા તથા તમામ સ્ટાફગણ ,તાલુકા હેલ્થ સુપરવાઇઝર માથકીયાભાઈ અને RBSK ટીમ હાજર રહેલ.આભારવિધિ માથકીયાભાઇએ કરેલ.