મોરબી જિલ્લા પોલીસ અધિક્ષક રાહુલ ત્રીપાઠીએ પેરોલ ફર્લો , વચગાળા , પોલીસ જાપ્તા , જેલ ફરારી આરોપીઓને પકડી પાડવા અંગે કે.જે.ચૌહાણ ઇન્ચાર્જ પોલીસ ઇન્સ્પેકટર એલ.સી.બી. ને સુચના આપતા જે અન્વયે એન.એચ.ચુડાસમા પો.સબ.ઇન્સ . એલ.સી.બી. ના માર્ગદર્શન હેઠળ પેરોલ ફર્લો સ્કવોડ મોરબી જીલ્લામાં પેરોલ ફર્લો , વચગાળા , પોલીસ જાપ્તા , જેલ ફરારી આરોપીઓને પકડી પાડવા પ્રયત્નશીલ હોય તે દરમ્યાન પેરોલ ફર્લો સ્કવોડના પો.હેડ કોન્સ . જયેશભાઇ વાઘેલા , ચંન્દ્રકાંતભાઇ વામજા તથા પો.કોન્સ . બ્રિજેશભાઇ કાસુન્દ્રાને ખાનગી રાહે હકિકત મળેલ કે , હળવદ પો.સ્ટે . ફ.ગુ.ર.નં. ૦૭/૨૦૦૪ આઇ.પી.સી કલમ ૩૦૨ જી.પી.એકટ ૧૩૫ વિ . ના કામે પાકા કામનો આરોપી જયંતીભાઇ નાનજીભાઇ રાઠોડ / અનુ.જાતી ઉ.વ .૫૦ રહે.સુસવાવ તા.હળવદ જી.મોરબી વાળો તા .૧૭ / ૧૦ / ૨૦૨૨ થી તા .૧૭ / ૧૧ / ૨૦૨૨ સુધી રાજકોટ મધ્યસ્થ જેલ ખાતેથી પેરોલ રજા પર મુકત કરવામાં આવેલ હોય જે પાકા કામના આરોપીને તા .૧૭ / ૧૧ / ૨૦૨૨ ના રોજ રાજકોટ મધ્યસ્થ જેલ ખાતે હાજર થવાનુ હોય પરંતુ મજકુર આરોપી પેરોલ રજા પરથી પરત હાજર થયેલ ન હોય અને ફરાર થઇ ગયેલ હોય જે કેદીને હકીકત આધારે સુસવાવ તા.હળવદ જી. મોરબી ખાતેથી તા .૧૪ / ૧૨ / ૨૦૨૨ ના રોજ મળી આવતા હસ્તગત કરી કોવીડ -૧૯ મેડીકલ તપાસણી કરાવડાવી રાજકોટ મધ્યસ્થ જેલ ખાતે સોપી આપવા તજવીજ કરેલ છે .
કામગીરી કરનાર અધિકારી તથા કર્મચારી કે.જે.ચૌહાણ ઇન્ચાર્જ પોલીસ ઇન્સ્પેકટર એલ.સી.બી. મોરબી તથા PSI એન.એચ.ચુડાસમા , એ.ડી.જાડેજા તથા એલ.સી.બી / પેરોલ ફર્લો સ્કવોડ તથા ટેકનીકલ ટીમ મોરબીના સ્ટાફના માણસો કામગીરીમાં જોડાયેલ હતા