નવયુગ ગ્રુપ ઓફ કોલેજ દ્વારા આજના યુવાનો અને યુવતીઓને ભારતીય સંસ્કૃતિ પ્રત્યે જાગ્રત કરવા સેમિનારનું આયોજન કરવામાં આવ્યું હતું.આ કાર્યક્રમ અંતર્ગત ગાયત્રી પરિવાર દ્વારા મુખ્ય વક્તાશ્રી અશોકભાઈ સૈની અંબાજી ગાયત્રી મંદિર થી પધાર્યા હતા.B.com કોલેજ તેમજ B.ed કોલેજના યુવાનો અને યુવતીને માર્ગદર્શન પૂરું પાડ્યું હતું. વિશેષમાં એમને જણાવ્યું કે “આજના વાલીની લાંબા સમયથી ફરિયાદ ચાલી રહી છે કે, ભારતીય યુવાઓ અમેરિકન અને યુરોપીયન સંસ્કૃતિથી અત્યંત પ્રભાવિત છે. ભારત અર્થતંત્ર, ભોજન, સંસ્કૃતિ સાથે વૈશ્વિક પર્યાવરણના સંદર્ભે ઝડપથી વિકાસ કરી રહ્યુ છે. ઉપરાંત આપણા યુવાનોએ ભારતીય સંસ્કૃતિ અને ભારતની સમૃદ્ધિ ભૂલવી જોઈએ નહીં.
દેશ સહેલાઈથી ટેકનોલોજીમાં હરણ ફાળ ભરી રહ્યો છે. ત્યારે દરેક વ્યક્તિમાં સંઘર્ષ છે કારણ કે સંસ્કૃતિ આધ્યાત્મિકતા બુદ્ધિને ચોક્કસ રીતે ધારદાર કરે છે. આ સિદ્ધાંત ભૂતકાળમાં ખૂબ જ ભવ્યતા અને હોશિયારીથી પ્રસ્તુત કરવામા આવ્યો હતો. પણ બસો વર્ષની ગરીબીને કારણે, તે સમય સાથે ખોવાઈ ગયું છે. દરેક પેઢીને તેને ફરી આકારમાં લાવવા માટે મુક્તિ અને કલ્યાણ માટે અસરકારક સાધન બની રહે.”
આ સેમિનારને સફળ બનાવવા B.com પ્રિન્સિપાલ નિલેશભાઈ મીરાણી ,B.ed ઇન્ચાર્જ પ્રિન્સિપાલ સાપરિયા તેમજ કેમ્પસ ડાયરેક્ટર યતિનભાઈ રાવલ, તેમજ સાથે વિભાગના સ્ટાફ જોડાઈને કાર્યક્રમની શોભા વધારી હતી. સમગ્ર સેમિનાર સંસ્થાના વડા પી. ડી. કાંજીયાના માર્ગદર્શન હેઠળ યોજવામાં આવેલ હતો