સાર્થક વિદ્યામંદિરમાં દર વર્ષે ૨૫ ડિસેમ્બરના દિવસને તુલસી દિવસ તરીકે ઉજવવામાં આવે છે.
તારીખ 25 ના રોજ સવારે 10 થી 12:00 વાગ્યા દરમિયાન તુલસી દિવસ ઉજવવામાં આવશે.જેમાં તુલસી દિવસની ઉજવણી ,તુલસી પૂજન ,આરતી, તુલસીનું મહત્વ, તુલસી રોપા વિતરણ, તુલસી પ્રદર્શનની અને તુલસી સન્માન અર્પણ એવા વિવિધ કાર્યક્રમો થશે.
આ વખતે વિદ્યાલય દ્વારા સાતમી વખત તુલસી દિવસ ઉજવવામાં આવશે.
આ તુલસી દિવસની ઉજવણીના ભાગરૂપે બે દિવસના સાંસ્કૃતિક કાર્યક્રમ- સાર્થક સંસ્કૃતિ ઉત્સવ- નું પણ આયોજન કરવામાં આવ્યું છે.
જેમાં 24 ડિસેમ્બરના તુલસી પર્વ -1 (નર્સરી થી ધોરણ 5 ) અને તારીખ 25 ડિસેમ્બરના રોજ તુલસી પર્વ -2 (ધોરણ 6 થી 12 ) એમ બે દિવસના સાંસ્કૃતિક કાર્યક્રમનું આયોજન કરવામાં આવશે.