મોરબી તાલુકા પોલીસ સ્ટેશનની હદમાંથી બાઈક ચોરી કરનાર ઈસમને હળવદ પોલીસે ઝડપી પાડયો છે.
પોલીસ ઇન્સ્પેકટર હળવદ પોલીસ સ્ટેશન નાઓના સીધા માર્ગદર્શન હેઠળ પોલીસ સ્ટાફને મળેલ ખાનગી બાતમીના આધારે પોલીસ સ્ટાફ સાથે તા.૧૬/૧૨/૨૦૨૨ ના રોજ હળવદ તાલુકાના ઢવાણા ગામના પાટીયા ખાતે વોચમાં હતા. તે દરમ્યાન એક મોટરસાયકલ જે ધ્રાંગધ્રાથી હળવદ તરફ શંકાસ્પરદ રીતે આવતા મળી આવેલ જેને સાથેના સ્ટાફના માણસોથી રોકી ઈસમની સઘન પુછપરછ કરતા મોટરસાયકલના કાગળો બાબતે કોઈ સંતોષકારક જવાબ નહીં આપતા પોલીસે પોકેટ કોપના માધ્યમથી સદરહું મોટરસાયકલનાં ચેચીસ નંબર તથા એન્જીન નંબર આધારે સર્ચ કરતા સદરહું મોટરસાયકલના ઓર્નર બાબતે કોઈ સંતોષકારક જવાબ નહીં આપતા મજકુર ઈસમને પોલીસ સ્ટેશન લાવી સઘન પુછપરછ કરતા સદરહું મોટરસાયકલ મોરબી તાલુકા પોલીસ સ્ટેશનની હદમાંથી ચોરી કરેલા હોવાની કબુલાત આપતા ચોરીનું મોટરસાયકલ કબ્જે કરી આરોપી અક્ષયભાઈ રાજેશભાઈ કોપણીયા ઉ.વ.૨૦ રહે. જી.આઇ.ડી.સી.માં ડિવીજન પાછળ હળવદ તા.હળવદ વાળાને પકડી પાડી આગળની કાર્યવાહી હાથ ધરેલ છે.