Wednesday, January 22, 2025

પીપળી રોડ પર થયેલી 29 લાખ ની લૂંટ નો ભેદ ઉકેલતી મોરબી એલ સી બી

Advertisement

મોરબી એલસીબી પીઆઇ કે.જે ચૌહાણ ની પ્રસંશનીય કામગીરી

ગત તા.૧૫/૧૨/૨૦૨૨ ના સાંજના સમયે ફરીયાદી ચંદ્રેશભાઇ સવજીભાઇ શીરવી કે જે પીપળી રોડ ઉપર આવેલ કેલેફેક્શન ટેકનો પ્રા.લી. નામના કારખાનામાં કેશીયર તરીકે નોકરી કરતા હોય અને જેઓ કારખાનાની રોકડ રકમ રૂ.૨૯,૦૦,૦૦૦/- લઇને કારખાનાથી પોતાના ઘર તરફ મોટર સાયકલ ઉપર જતા હતા તે દરમ્યાન અજાણી ફોર વ્હીલ કારે મોટર સાયકલ સાથે ગાડી ભટકાડી ફરીયાદીને પાડી દઇ અજાણ્યા ત્રણ માણસો ફોર વ્હીલમાંથી ઉતરી ફરીયાદીને ઢીકાપાટુનો મુઢ માર મારી ફરીયાદી પાસે રહેલ રોકડા રૂપીયા ભરેલ થેલો ઝુંટવી જઇ ફરીયાદીને સામાન્ય ઇજા કરેલ હોય જે બાબતે મોરબી તાલુકા પોલીસ સ્ટેશન એ પાર્ટ ઇ.પી.કો. કલમ ૩૯૪, ૧૧૪ મુજબ વણશોધાયેલ ગુનો રજીસ્ટર થયેલ હતો.
આ ગુન્હની ગંભીરતાને ધ્યાને લઇ આરોપીઓ તથા મુદ્દામાલ શોધી કાઢવા બાબતે પોલીસ મહાનિરીક્ષક રાજકોટ વિભાગ રાજકોટ નાઓએ સુચના આપતા પોલીસ અધિક્ષક મોરબીનાઓની સુચના અને જરૂરી માર્ગદર્શન હેઠળ ક્રાઇમ બ્રાન્ચ ઇન્ચાર્જ પોલીસ ઇન્સપેકટર તથા પોલીસ સબ ઇન્સ્પેક્ટરનાઓ ગુનામાં વપરાયેલ ફોર વ્હીલ કાર તથા આરોપીઓને તાત્કાલિક શોધી કાઢી ગુન્હો ડીટેકટ કરવા એલ.સી.બી. ૮ પેરોલ ફર્લો સ્કવોડ ૮ ટેકનીકલ ‘ ટીમની અલગ અલગ ટીમો સાથે પ્રયત્નો હાથ ધરેલ.
તપાસ દરમ્યાન બનાવ સ્થળની વિઝીટ કરી પ્રથમ ફરીયાદી જ કારખાનામાં કામ કરતા હતા તે કારખાનામાં કામ કરતા અન્ય સહ કર્મચારી તેમજ જરૂરી શકમંદોની પુછ પરછ કરવામાં આવેલ. ઉંડાણ પૂર્વકની તપાસ દરમ્યાન હ્યુમન ઇન્ટેલીજન્સ તથા ટેકનીકલ સર્વેલન્સ માધ્યમ માંથી જાણવા મળેલ કે આ કામના ફરીયાદી જે કારખાનામાં કામ કરે છે તેઓની સાથે કામ કરતા કર્મચારીએ આ બાબતે ટીપ આપેલ હોય અને ગુનાને અંજામ આપનાર આરોપીઓ હોન્ડા સીટી, કીયા તથા બલેનો ગાડીનો ઉપયોગ કરેલ હોય અને સદરહુ લુંટના ગુનાને અંજામ આપતા પહેલા આરોપીઓ દ્વારા કારખાનાથી લઇ મોરબી સુધીના રૂટની રેકી કરેલનું જાણવા મળેલ, તેમજ બનાવના દિવસે ફરીયાદી રોકડ રકમ સાથે ફેકટરીએથી ઘર તરફ જવા નીકળતા આ લુંટના ગુન્હાને અંજામ આપેલ હોય. જે ગુન્હાને અંજામ આપનાર કુલ ૭ ઇસમોને આ ગુનામાં ગયેલ મુદામાલ પૈકીના રોકડા રૂ.૧૫,૦૦,૦૦૦/- તથા ગુનામાં વપરાયેલ ત્રણ ફોર વ્હીલ કાર, મોબાઇલ ફોન સાથે હસ્તગત કરી મોરબી તાલુકા પોલીસ સ્ટેશન લુંટનો અન ડીટેકટ ગુન્હો ગણતરીના દિવસોમાં ડીટેકટ કરી આગળની કાર્યવાહી અર્થે મોરબી તાલુકા પોલીસ સ્ટેશનમાં સોંપવામાં આવેલ છે.
પકડાયેલ આરોપીઓ (૧) અર્જુનગીરી નારદગીરી ઘનશ્યામગીરી ગોસાઇ ઉ.વ. ૨૨ રહે. હાલ શિવપાર્ક, વેજીટેબલરોડ, ઉમા ટાઉનશીપ પાછળ, મુળ રહે. સોન્ડા તા.ચુડા જિ. સુરેન્દ્રનગર, (ર) ભગવાન ઉર્ફે ભગો કરશનભાઇ રામજીભાઇ આલ ઉવ.૩૦ રહે, હરીપર તા. ધ્રાંગધ્રા જિ. સુરેન્દ્રનગર (3) દશરથ ઉર્ફે લાદેન જાલુભાઇ રતુભા પરમાર ઉવ. ૨૮ રહે, હરીપર તા. ધ્રાંગધ્રા જિ. સુરેન્દ્રનગર (૪) મહિપાલસિંહ ઉર્ફે મહીપતસિંહ અભેસંગ કરશનભાઇ ગોહીલ ઉ.વ.૨૭ રહે.સુખપર તા.હળવદ જિ. મોરબી (૫) મયુરભાઇ ઉર્ફે મયુરસિંહ દિલીપભાઇ બનેસંગ ડોડીયા ઉ.વ ૨૮ રહે. હાલ ચોટીલા, થાનરોડ, રૂદ્રભુમી સોસાયટી, ખુશીનગર સોસાયટીની સામે, મુળ રહે. ચુડા, તા.ચુડા જિ. સુરેન્દ્રનગર (૬) રાજેન્દ્રસિંહ ઉર્ફે રાજભા દિલીપસિંહ માધુભા લીંબોલા કારડીયા ઉ.વ.૨૮ રહે. ગૌરી ઘનશ્યામપુર તા.હળવદ જિ. મોરબી (૭) શકિતસિંહ ઉર્ફે ભાણો નીનુભા વસ્તાભાગોહીલ ઉ.વ.૨૯ રહે.હાલ હળવદ, સરારોડ, રઘુનંદન સોસાયટી, તા. હળવદ જિ. મોરબી મુળ રહે. દેગામ તા.પાટડી જિ. સુરેન્દ્રનગર વાળાને ઝડપી પાડયા છે. જયારે પકડવાના બાકી આરોપી મનીષ સોલંકી જાતે રહે, ચોટીલા થાનરોડ, રૂદ્દભુમી સોસાયટી વાળાને પકડી પાડવા શોધખોળ હાથ ધરી છે.
પોલીસે કબજે કરેલ મુદામાલ રોકડા રૂપીયા ૧૫,૦૦,૦૦૦/-તથા હોન્ડા સીટી કાર નં.જીજે-૦૪-એપી-૧૦૯ કિ.રૂ.૨,૦૦,૦૦૦/-તથા બલેનો કાર નં- જીજે ૧૩ સીએ ૦૦૦૮ કિં.રૂ.૪,૦૦,૦૦૦/- તથા કીયા કાર નંબર પ્લેટ વગરની કિં. ૫.૭,૦૦,૦૦૦ તથા મોબાઇલ ફોન નંગ – ૬ કિં.રૂ.૩૦,૫૦૦/- મળી કુલ કિં.રૂા.૨૮,૩૦,૫૦૦ નો મુદામાલ કબ્જે કરેલ છે.

Advertisement
Advertisement

Related Articles

Connected us

0FansLike

TRENDING NOW