મોરબીમાં ઉમા ટાઉનશિપ પરિવાર તથા વરમોરા ગ્રુપ દ્વારા તા.૦૧ જાન્યુઆરીએ રક્તદાન કેમ્પ યોજાશે
મોરબી: “રક્તદાન એટલે કોઈના જીવન બાગને ખીલાવતી વર્ષાઋતુ” એક માનવીની રકતની જરૂરિયાત બીજો માનવી જ પુરી પાડી શકે વિશ્વના સમગ્ર જીવનની એકતાનું પ્રતિક માનવ રકત છે. પ્રત્યેક શરીરમાં ધબકતું રકત તો એક સહિયારી મૂડી છે. આ મૂડી નો સદ્ઉપયોગ એટલે સ્વૈચ્છિક રકતદાન.
મોરબીના સામાકાંઠા વિસ્તારમાં આવેલ યુનીક સ્કુલ, ઉમા ટાઉનશિપ ખાતે તા.૦૧-૦૧- ૨૦૨૩ ને રવીવાર ના રોજ સવારે ૦૯-૦૦ થી ૦૧-૦૦ વાગ્યા સુધી રક્તદાન કેમ્પ યોજાશે. આ રક્તદાન કેમ્પનું આયોજન ઉમા ટાઉનશિપ પરિવાર મોરબી અને વરમોરા ગ્રુપ મોરબીના સહયોગથી કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે. સૌજન્ય સંસ્કાર બ્લડ બેંક મોરબી તથા સીવીલ હોસ્પિટલ મોરબી.
રક્તદાન કેમ્પ અંગે વિશેષ માહિતીની જરૂર હોય તો રતીભાઈ ભાલોડિયા મો: ૯૯૭૮૯, ૨૦૧૮૭ તથા મનુભાઈ જાકાસણીયા મોં: ૯૭૩૭૨ ૧૩૦૦૦ પર સંપર્ક સાધવો.