મોરબીમાં કાર્યરત યંગ ઇન્ડિયા ગ્રુપના મેન્ટોર દેવેનભાઈ રબારી અનેક સેવાકીય પ્રવૃત્તિઓ માટે જાણીતા છે,પોતાના જન્મદિવસ નિમિતે ગરીબ બાળકો, ઝુંપડપટ્ટીના બાળકો માટે ભોજન આપવું,જરૂરિયાતમંદોને મદદ કરવી વગેરે સેવાકીય પ્રવૃત્તિ કરતા હોય છે ત્યારે આજ રોજ માધાપરવાડી કન્યા શાળાની બાળાઓને હાસ્ય કોમેડી અને જાદુથી ભરપૂર સ્કાય મોલ ખાતે સ્કાય સિનેમામાં *સરકસ* ફિલ્મ નિઃશુલ્ક બતાવી જન્મદિવસની અનોખી ઉજવણી કરવામાં આવી અને બપોરે બાળાઓને ભાવતા ભોજન કરાવ્યા હતા.બાળાઓને શાળાએથી સ્કાય સિનેમા સુધી પહોંચાડવા માટે સીટી બસની વ્યવસ્થા કરી હતી.જન્મદિવસ નિમિત્તે સરકારી શાળામાં અભ્યાસ કરતાં બાળકોને આવો અલભ્ય લાભ આપવા બદલ શાળાના આચાર્ય અને રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘના અધ્યક્ષ દિનેશભાઈ વડસોલાએ દેવેનભાઈને જન્મ દિવસ નિમિત્તે તમામ બાળાઓ વતી જન્મદિનની શુભેચ્છાઓ પાઠવી હતી અને આભાર પ્રકટ કર્યો હતો. બાળાઓની વ્યવસ્થા સંભાળવા માટે જયેશભાઈ અગ્રાવત અને દિનેશભાઈ સાવરિયા બંને શિક્ષકોએ ખુબજ જહેમત ઉઠાવી હતી.