Sunday, May 18, 2025

કલેકટર જી. ટી.પંડ્યાના અઘ્યક્ષસ્થાને કોરોનાની સંભવિત પરિસ્થિતી માટેની પૂર્વ તૈયારીની સમીક્ષા બેઠક યોજાઈ

Advertisement
Advertisement
Advertisement

મોરબી જિલ્લા આરોગ્ય તંત્ર અને જિલ્લા વહીવટી તંત્ર

કોરોનાની સંભવિત કોઈ પરિસ્થિતી સામે લડવા સંપૂર્ણ સજ્જ

– કલેકટરશ્રી જી. ટી.પંડ્યા

મોરબી જિલ્લા કલેકટરશ્રી જી. ટી.પંડ્યાના અઘ્યક્ષસ્થાને સંભવિત કોરોનાની પરિસ્થિતી માટે કરવામાં અવેલી પૂર્વ તૈયારીની સમીક્ષ માટેની બેઠક યોજાઈ હતી.

સંભવિત કોરોનાની પરિસ્થિતી અન્વયે મોરબી જિલ્લાના આરોગ્ય વિભાગના ઉચ્ચ અધિકારીઓ સાથે કરવામાં આવેલી તમામ તૈયારીઓની સમીક્ષા કરવા માટે કલેકટરશ્રી જી.ટી. પંડ્યાએ કલેકટર કચેરીના સભાખંડ ખાતે બેઠક કરી હતી.

આ બેઠકમાં કલેકટરશ્રી જી.ટી. પંડ્યાએ જણાવ્યું હતું કે, મોરબીમાં હાલ કોરોનો કોઈ પણ કેસ નથી. પણ કોરોના સામે આપણી તૈયારીઓ સક્ષમ હોવી જોઈએ. વધુમાં તેમણે બેડ, ઑક્સિજન પ્લાન્ટ, ઑક્સિજન સિલીન્ડર, દવાઓ વગેરે જેવી તમામ વ્યવસ્થાઓની સર્વગ્રાહી સમીક્ષા કરી હતી.

ઉપરાંત તેમણે જણાવ્યું હતું કે, મોરબી જિલ્લા આરોગ્ય તંત્ર અને જિલ્લા વહીવટી તંત્ર સંભવિત કોરોનાની પરિસ્થિતી સામે લડવા સંપૂર્ણ સજ્જ છે. વધુમાં તેમણે તમામ મોરબી વાસીઓને પૂરતી કાળજી અને તકેદારી રાખવા અને શંકાસ્પદ લક્ષણો જણાય તો તુરંત ચેકઅપ કરાવવા અપીલ કરી હતી.

કોરોનાની સંભવિત ચોથી લહેર સામે કરેલી તૈયારીઓની માહિતી આપતા મોરબીના એપિડેમિક મેડિકલ ઓફિસરશ્રી ડી.વી. બાવરવાએ જણાવ્યું હતું કે, હાલ મોરબી જિલ્લામાં ૧૩૦૦ જેટલા ઑક્સિજન બેડ સાથે કુલ ૧૭૫૦ બેડ ઉપલબ્ધ છે જે જરૂર પડ્યે કાર્યાન્વિત કરી શકાય તેમ છે.

આ બેઠકમાં જિલ્લા પોલીસ અધિક્ષકશ્રી રાહુલ ત્રિપાઠી, નિવાસી અધિક કલેકટરશ્રી એન.કે. મુછાર, મોરબી પ્રાંત અધિકારીશ્રી ડી.એ. ઝાલા, મોરબી મેડિકલ કોલેજના ડીનશ્રી ડૉ.નિરજ બિશ્વાસ, આર.એમ.ઓ.શ્રી ડૉ.કે.આર. સરડવા તેમજ આરોગ્ય વિભાગ અને જિલ્લા વહીવટી તંત્રના અધિકારીશ્રી/કર્મચારીશ્રીઓ ઉપસ્થિત રહ્યા હતા.

Advertisement
Advertisement
Advertisement

Related Articles

Connected us

0FansLike

TRENDING NOW