હાલ અન્ય દેશની સંસ્કૃતિનું એટલું આક્રમણ છે કે આપણે પોતે આપણી સંસ્કૃતિ ભૂલી રહ્યા છીએ ત્યારે વર્ષના અંતિમ દિવસની ઉજવણી પાર્ટી કરીને નહિ પરંતુ રામધૂન કરીને કરવાનો રૈયાણી પરિવારે નિર્ણય કર્યો છે. આયોજક સાથે વાત કરતા જણાવ્યું કે લજાઈના જોગ આશ્રમ ખાતે સમસ્ત રૈયાણી પરિવારના સ્નેહમિલનનું આયોજન કરવામાં આવ્યું છે, જેમાં પરિવારના દરેક લોકો રામધૂન સાથે રાસગરબામાં જોડાઈ ૩૧ ડિસેમ્બરની ઉજવણી કરવાનો પરિવારે નિર્ણય કર્યો છે. આ સાથે સમસ્ત પરિવારના સ્વરૂચી ભોજનનું પણ સાથે અડકેતરું આયોજન કરવામાં આવ્યું છે.