ધારાસભ્ય જીતુભાઈ સોમાણી ના સન્માન સમારોહ નુ કચ્છ જીલ્લા ના લોહાણા સમાજ અગ્રણીઓને રૂબરૂ આમંત્રણ પાઠવતા મોરબી લોહાણા મહાજન પ્રમુખ ગીરીશભાઈ ઘેલાણી, ગૌરાંગભાઈ માણેક(વાંકાનેર), ભાવેશભાઈ જોબનપુત્રા (વાંકાનેર)તથા વૃતિક બારા સહીત ના અગ્રણીઓ
માજી સાંસદશ્રી મહેશભાઈ ઠક્કર, ભુજ નગરપાલીકા પ્રમુખ ઘનશ્યામભાઈ ઠક્કર સહીત વાગડ-ભચાઉ-ગાંધીધામ-સામખિયાળી-માનકુવા-સુખપર-મિર્ઝાપુર-ભુજ સહીત ના કચ્છ જીલ્લા ના લોહાણા સમાજ ના આગેવાનો ને રૂબરૂ આમંત્રણ પાઠવવામાં આવ્યુ*
તાજેતર માં ગુજરાત વિધાનસભા ની ચુંટણી યોજાઈ હતી. જેમાં ૧૮૨ ધારાસભ્ય માંથી એક માત્ર રઘુવંશી ધારાસભ્ય તરીકે વાંકાનેર-કુવાડવા ૬૭ વિધાનસભા બેઠક પર સમસ્ત રઘુવંશી સમાજ ની એકતા ના પ્રતિક સમા પવિત્ર શ્રી રામધામ ના સ્વપ્નદ્રષ્ટા મા.શ્રી. જીતુભાઈ સોમાણી જંગી બહુમતી થી વિજયી બન્યા છે ત્યારે આગામી તા.૦૧-૦૧-૨૦૨૩ રવિવાર ના રોજ શ્રી રામધામ-જાલીડા મુકામે મા.શ્રી જીતુભાઈ સોમાણી ના સન્માન સમારોહ તથા ભવ્ય વિજયોત્સવ નુ અનેરૂ આયોજન કરવા મા આવેલ છે. જે અંતર્ગત મોરબી લોહાણા મહાજન પ્રમુખ શ્રી ગીરીશભાઈ ઘેલાણી તથા ગૌરાંગભાઈ માણેક(વાંકાનેર), ભાવેશભાઈ જોબનપુત્રા(વાંકાનેર), વૃતિકભાઈ બારા સહીત ના અગ્રણીઓ એ કચ્છ જિલ્લા ની રૂબરૂ મુલાકાત લઈ માજી સંસદ સભ્ય શ્રી મહેશભાઈ ઠક્કર, શ્રી ભુજ મહિલા મંડળ, નખત્રાણા લોહાણા મહાજન, શ્રી ભુજ લોહાણા મહાજન, ભુજ નગરપાલીકા ના પ્રમુખ શ્રી ઘનશ્યામભાઈ ઠક્કર, ભચાઉ લોહાણા મહાજન સહીત વાગડ, ભચાઉ, ભુજ, નખત્રાણા, સામખિયાળી, મિર્ઝાપુર, માનકુવા, સુખપર, ગાંધીધામ સહીત ના મથકો ના લોહાણા સમાજ ના અગ્રણીઓને મા.શ્રી જીતુભાઈ સોમાણી ના સન્માન સમારોહ તથા વિજયોત્સવ માં પધારવા રૂબરૂ આમંત્રણ પાઠવવા માં આવ્યુ હતુ.