તાજેતર માં ગુજરાત સરકારના નવનિયુક્ત મુખ્યમંત્રી તેમજ મંત્રીઓ ને ગાંધીનગર ખાતે ઘારાસભ્ય કાંતિભાઈ અમૃતિયાની આગેવાની માં મોરબી સીરામિક એસોસીએસનના પ્રમુખો રૂબરૂ મળી શુભેચ્છા મુલાકાત સાથે સિરામિક ઉધોગના પ્રશ્નો ની રજુઆત કરી હતી
મોરબી સિરામિક ઉધોગના પ્રશ્નો માટે મુખ્ય મંત્રી ભુપેન્દ્રભાઇ પટેલ ને મળી અલગ અલગ પ્રશ્નો ની વિગત વાર રજુઆત કરી હતી. જેમાં ગુજરાત ગેસ દ્રારા સપ્લાય થતા ગેસ માં ભાવ ઘટાડો કરવા બાબત, પેન્ડીંગ સી ફોર્મ બાબત, સિરામિક ઝોન ના ઇન્ટરનલ રોડ રસ્તા બાબત, ઉધોગ ઝોન માં આધુનિક ફાયર સ્ટેશન ની ફાળવણી કરવા બાબત, જીએમડીસી દ્રારા લિગ્નાઇટ ના ક્વોટા જરુર પ્રમાણે ફાળવવા બાબત, સિરામિક ઉધોગ ઝોન માં પાણી ની વ્યવસ્થા કરવા બાબત ઉર્જા મંત્રી કનુભાઇ દેસાઇ ને ગુજરાત ગેસ ના ભાવ ઘટાડો કરવા બાબત તેમજ પેન્ડીંગ સી ફોર્મ બાબતની રજુઆત કરેલ. તેમજ પર્યાવરણ મંત્રી મુળુભાઇ બેરા ને મળીને જીપીસીબીના પડતર પ્રશ્નો બાબતે ચર્ચા કરેલ. તેમજ ઉધોગ ઝોન માં પાણી ની વયવસ્થા માટે પાણી પુરવઠા મંત્રી કુવરજીભાઇ બાવળીયા ને રજુઆત કરેલ. આ ઉપરાંત ઉધોગમાં સૌથી મોટી સમસ્યા વેપારમાં થતા ફ્રોડ તેમજ વેપારમાં ખોટા થતા નાણા ની રીકવરી માટે ગૃહ મંત્રી હર્ષભાઇ સંઘવીને SIT ની રચના કરવા માટે રજુઆત કરેલ.તદ્ ઉપરાંત ઉધોગ ઝોન માં ઇન્ટરનલ રોડ અને રસ્તા માટે ઉધોગ મંત્રી બલવંત સિંહ રાજપુત ને રજુઆત કરેલ. વિશેષ માં નવયુક્ત મંત્રીઓ રાઘવજીભાઇ પટેલ, ભાનુબેન બાબરીયા, ઋષિકેશભાઇ પટેલ ની શુભેચ્છા મુલાકાત કરી હતી .
આ શુભેચ્છા મુલાકાત માં મોરબી – માળીયા વિસ્તાર ના ધારા સભ્ય કાંતિભાઇ અમૃતિયા તેમજ હળવદ – ધ્રાગધ્રા ના ધારા સભ્ય પ્રકાશભાઇ વરમોરા તેમજ મોરબી સિરામિક એસોસિએશન ના પ્રમુખશ્રીઓ મુકેશભાઇ કુંડારીયા, હરેશભાઇ બોપલિયા, વિનોદભાઇ ભાડજા, કિરીટભાઇ પટેલ તેમજ માજી પ્રમુખ નિલેષભાઇ જેતપરિયા તેમજ કિશોરભાઇ ભાલોડીયા હાજર રહ્યા હતા.