વાંકાનેર ફાયરીંગ બટની આજુબાજુના વિસ્તારમાં ૧લી જાન્યુઆરી થી ૪૫ દિવસ સુધી પ્રવેશબંધી

Advertisement
Advertisement
Advertisement

રાજકોટ ગ્રામ્ય જિલ્લાના તમામ પોલીસ અધિકારી વર્ષ-૨૦૨૨નું વાર્ષિક ફાયરીંગ હાથ ધરવા માટે તા.૦૧/૦૧/૨૦૨૩ થી ૪૫ દિવસ સુધી ફાયરીંગ પ્રેક્ટીસ યોજાનાર હોઈ તા.૦૧/૦૧/૨૦૨૩ થી ૪૫ દિવસ સુધી વાંકાનેર ફાયરીંગ બટની આજુબાજુના વિસ્તારમાં રાહદારીઓ તેમજ વાહનોના પ્રવેશવા સામે અધિક જિલ્લા મેજીસ્ટ્રેટ એન.કે. મુછાર દ્વારા જાહેરનામું પ્રસિધ્ધ કરવામાં આવેલ છે.

આ જાહેરનામાં અનુસાર મોરબી જિલ્લાના વાંકાનેર ખાતે ફાયરીંગ બટ વાંકાનેર રેલ્વે લાઈન તરફ (સિંધાવદર રેલ્વે ફાટકથી વાંકાનેર તરફ જતા રેલ્વે લાઈનને સમાંતર સામે અમરનગર ફાટક પાસે, ઉતરે આવેલ ડુંગરની ધાર પાસે) આવેલ છે, તે ફાયરીંગ બટ વિસ્તારમાં હોઈ તા.૦૧/૦૧/૨૦૨૩ થી ૪૫ દિવસ સુધી જાહેર જનતાને પ્રવેશવું નહીં, ત્યાંથી પસાર થવું નહીં, કોઈ વાહનો કે ઢોર સાથે ત્યાંથી પસાર થવું નહી.

આ હુકમનો ભંગ અથવા ઉલ્લંઘન કરનાર ગુજરાત પોલીસ અધિનિયમની કલમ-૧૩૧ ની તથા ભારતના ફોજદારી અધિનિયમની કલમ-૧૮૮ હેઠળ શિક્ષાપાત્ર થશે

Related Articles

Connected us

0FansLike

TRENDING NOW