આગામી 31″ ડીસેમ્બર અનુસંધાને વેચાણ અર્થે અગાભીપીપળીયા ગામની સીમમાં વાડીમાં રાખેલ વિદેશી દારૂ તથા બીયરના ટીન મળી બોટલો નંગ-૨૬૧ કિ.રૂ.૭૩,૧૦૦/- ના મુદામાલ સાથે એક આરોપીને મોરબી ક્રાઇમ બ્રાન્ચે ઝડપી પાડયો છે.
પોલીસ મહાનિરીક્ષક રાજકોટ વિભાગ રાજકોટ તથા પોલીસ અધિક્ષક મોરબીનાઓ દ્વારા મોરબી જીલ્લામાં આગામી 31st ડીસેમ્બરની ઉજ્જવણી શાંતીપૂર્ણ રીતે થાય તે અનુસંધાને પ્રોહીબીશન-જુગારની પ્રવૃતિ અટકાવવા ઇન્ચાર્જ પોલીસ ઇન્સ્પેકટર એલ.સી.બી. મોરબી નાઓને સુચના કરેલ હોય જે અન્વયે પોલીસ ઇન્સ્પેકટર એલ.સી.બી. મોરબીના માર્ગદર્શન હેઠળ એલ.સી.બી. પોલીસ સબ ઇન્સ્પેક્ટર તથા એલ.સી.બી./ પેરોલ ફર્લો સ્કવોડનો સ્ટાફ કાર્યરત હતા
તે દરમ્યાન એલ.સી.બી. સ્ટાફ પોલીસને ખાનગી રાહે બાતમી મળેલ કે, યોગીરાજસિંહ ગીરીરાજસિંહ જાડેજા રહે. અગાભીપીપળીયા તા.વાંકાનેર જી. મોરબી વાળો અગાભીપીપળીયા ગામની સીમમાં સાજડીયા તરીકે ઓળખાતી સીમમાં આવેલ પોતાના કબજા ભોગવટા વાળી વાડીમાં ગેરકાયદેસર ઇંગ્લીશ દારૂનો જથ્થો ઉતારેલ છે. તેવી ચોકકસ બાતમી મળેલ હોય જે બાતમીના આધારે રેઇડ કરતા યોગીરાજસિંહ ગીરીરાજસિંહ જાડેજા નામનો ઇસમ ઇંગ્લીશ દારૂ તથા બીયરના જથ્થા સાથે મળી આવતા તેના વિરૂધ્ધ વાંકાનેર તાલુકા પોલીસ સ્ટેશન ખાતે પ્રોહીબીશન ધારા તળે ગુનો નોંધાવી આગળની ધોરણસરની કાર્યવાહી કરેલ છે.
પકડવાનો બાકી આરોપી ડાડામીયા ઉર્ફે રાજુબાપુ ભાઉદીનપૌત્રા રહે. હડાળા તા.જી.રાજકોટ.
પોલીસે કબ્જે કરેલ મુદામાલ વિદેશી દારૂ તથા બીયરના ટીન મળી બોટલો નંગ-૨૬૧ કિ.રૂ.૭૩,૧૦૦/- તથા મોબાઇલ ફોન નંગ-૦૧ કી.રૂ. ૫,૦૦૦/- મળી કુલ કી.રૂ.૭૮,૧૦૦/- નો મુદામાલ કબ્જે કરેલ છે.