મોરબીની બિલિયા શાળાને સો વર્ષ પૂર્ણ થતાં ગામના સોશ્યલ ગ્રૂપ,શાળા પરિવાર અને સમસ્ત ગામ દ્વારા તા.01.01.2023 ને રવિવારના રોજ સાંજે 4.00 વાગ્યાથી ઋણાનુંબંધ શતાબ્દી મહોત્સવ યોજાશે આ મહોત્સવમાં સાંસ્કૃતિક કાર્યક્રમ અને માનવતાનું મહામુલું કાર્ય શાળાને સો વર્ષ પૂર્ણ થયા હોય સો બોટલ રક્ત એકત્ર કરવા માટે બ્લડ ડોનેશન કેમ્પ તેમજ સમસ્ત ગામ લોકોનું સમૂહ ભોજન જેવા કાર્યક્રમોનું વિશિષ્ટ આયોજન હાથ ધરાયુ છે, આ કાર્યક્રમમાં શાળામાં અભ્યાસ કરી સરકારી મહેકમમાં ઉચ્ચ હોદા પર કાર્યરત શાળાના ભૂતપૂર્વ વિદ્યાર્થીઓનું સન્માન તેમજ આ કાર્યક્રમના દિલેર દાતાઓનું સન્માન તેમજ બિલિયા સોશ્યલ ગ્રુપ અને શાળાના વિદ્યાર્થીઓ દ્વારા દેશભક્તિ,રાષ્ટ્રસેવાથી ભરપૂર સાંસ્કૃતિક કાર્યક્રમો રજૂ થશે આ પ્રસંગે નકલંકધામ બગથળાના સંત દામજી ભગત અને કબીરધામના સંત મહા મંડલેશ્વર 1008 શિવરામદાસજી સાહેબ આશિર્વચન પાઠવશે તો આ કાર્યક્રમનો લાભ લેવા સૌ બિલિયાવાસીઓ તેમજ બિલિયા ગામની બહાર મોરબી કે અન્ય શહેરોમાં વસવાટ કરતા સૌ લોકોને આયોજકો તરફથી આમંત્રણ પાઠવેલ છે.