સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના તાજેતરમાં જાહેર થયેલ B.Sc. Sem 5 ના રિઝલ્ટમાં નવયુગ મહિલા સાયન્સ કોલેજની વિદ્યાર્થિનીઓએ સફળતા ના શિખરો સર કરતા મોરબી જિલ્લાના ટોપ 3 માં 5 સ્ટુડન્ટ્સએ સ્થાન મેળવ્યું છે.
મોરબી જિલ્લા પ્રથમ પંડ્યા પ્રેક્ષા અને ગજેરા દક્ષિતા ૯૩.૭૮%, દ્વિતીય વડાવિયા રાધિકા અને રૈયાણી પ્રિયાંશી ૯૨.૬૭%, તૃતીય આદ્રોજા સુમન ૯૨.૪૪% મેળવી અભુતપુર્વ સિધ્ધિ પ્રાપ્ત કરી છે. નવયુગ મહિલા સાયન્સ કોલેજ ઉત્તરોત્તર શ્રેષ્ઠ રિઝલ્ટ આપતી એકમાત્ર કોલેજ બનીને B.Sc કરનારા સ્ટુડન્ટ્સ માટેનો ઉત્કૃષ્ટ વિકલ્પ બની ગઈ છે.
સર્વશ્રેષ્ઠ રિઝલ્ટ લાવવા બદલ સંસ્થાના પ્રમુખ પી. ડી. કાંજીયા અને પ્રિન્સિપાલ ડૉ. વરૂણ ભીલાએ સ્ટૂડન્ટ્સ અને સ્ટાફને અભિનંદન પાઠવ્યા છે.