હિતમ્ ચેરીટેબલ ટ્રસ્ટ અને N. I. M. A., મોરબી દ્વારા સ્વ. ઉષાબેન રવિચંદ જેસ્વાણીના સ્મરણાર્થે મોરબીમાં 11 સ્થળે નિઃશુલ્ક સુવર્ણપ્રાશન કેમ્પસનું આયોજન કરવામાં આવેલ છે.
મોરબીના ભવિષ્યરૂપ નવી પેઢીના બાળકોને વધુ સક્ષમ બનાવવા આગામી પુષ્ય નક્ષત્ર – 7 જાન્યુઆરી, શનિવારના દિવસે મોરબી જિલ્લામાં વિવિધ સ્થળોએ “નિઃશુલ્ક સુવર્ણપ્રાશન કેમ્પસ”નું આયોજન કરવામાં આવેલ છે.
હિતમ્ ચેરીટેબલ ટ્રસ્ટના ટ્રસ્ટી સાગર રવિચંદ જેસ્વાણી અને N.I.M.A. મોરબીના પ્રમુખ ડૉ. હાર્દિક રવિચંદ જેસ્વાણી (મહેશ્વરી હોસ્પિટલ, સાવસર પ્લોટ, મોરબી) દ્વારા મહત્તમ સંખ્યામાં આ કેમ્પસનો લાભ લેવા અનુરોધ કરવામાં આવે છે.