અખિલ ભારતીય કોળી સમાજના રાષ્ટ્રીય અધ્યક્ષ અને રાજ્યના સરકારમાં કેબિનેટ મંત્રી કુંવરજીભાઈ બાવળિયાનું ગાંધીનગર ખાતે સમગ્ર સૌરાષ્ટ્ર કચ્છ કોળી સમાજના આગેવાનો દ્વારા સન્માન કરવામાં આવ્યું હતું.મળતી વિગતો મુજબ ગાંધીનગર ખાતે ગત તા.૨૯-૧૨ ના રોજ કચ્છ અને સૌરાષ્ટ્ર કોળી સમાજના આગેવાનો દ્વારા ગાંધીનગર ખાતે આવેલા કુંવરજીભાઇ બાવળીયાના નિવાસ સ્થાને કચ્છી તલવાર અને શાલ ઓઢાડી તેમજ પાધડી પહેરાવીને અખિલ ભારતીય કોળી સમાજના રાષ્ટ્રીય અધ્યક્ષ અને ગુજરાત સરકારના કેબિનેટ મંત્રી કુંવરજીભાઈ બાવળીયાનું સન્માન કરવામાં આવ્યું હતુ જેમાં કચ્છના કોળી સમાજના આગેવાનો સાથે મોરબી જીલ્લાના પ્રભારી સુરેશભાઈ શિરોહીયા , માલધારી સમાજના આગેવાન હરીભાઈ રાતડીયા , મોરબી યુવા ભાજપના મહેશભાઈ સોલંકી , ગીરૂભા જાડેજા વિગેરે ગાંધીનગર ખાતે યોજાએલઆ સજ્જૈન સમારોહમાં હાજર રહ્યા હતા.