મોંરબીમાં અંબુજા સિમેન્ટ ફાઉન્ડેશન દ્વારા યુવાનોને કૌશલ્ય બદ્ધ કરવા વોકેશનલ ટ્રેનિંગ ઇન્સ્ટિટ્યૂટ, કૌશલ્ય અને ઉદ્યમિતા વિકાસ સંસ્થા (સેડી)ની શરૂઆત કરવામાં આવી છે. સંસ્થાના વડા ઇન્ચાર્જ પ્રિન્સિપાલ શ્રી હરેશભાઈ ચાવડા ના જણાવ્યા પ્રમાણે. આ વિસ્તારના યુવાન ભાઈઓ બહેનો માટે રોજગારી મળે અને વિસ્તારની આવક વધે, મધ્યમ વર્ગમાં પણ આવક નું સાધન વધે તે માટે અંબુજા સિમેન્ટ ફાઉન્ડેશન આ વિસ્તારમાં રોજગાર લક્ષી કામગીરી કરી રહી છે. જેમાં ધો.8 પાસથી કોઈ પણ ભાઈઓ બહેનો એડમિશન લઇ શકે છે.
આ અંગેની પ્રાપ્ત વિગતો અનુસાર અંબુજા સિમેન્ટ ફાઉન્ડેશન (સેડી) દ્વારા ભારતમાં 36 સેન્ટર અને ગુજરાતમાં 7 સેન્ટર કાર્યરત છે. હાલમાં મોરબીમાં વધુમાં વધુ યુવાનોને રૌજગારી પુરી પાડવાનું લક્ષ્યાંક રખાયો છે. અંબુજા સિમેન્ટ ફાઉન્ડેશન (સેડી) દ્વારા અત્યાર સુધીમાં મોરબી ખાતે 350 થી પણ વધારે ભાઈઓ બહેનોને તાલીમ આપવામાં આવી છે જેમાંથી 85% તાલીમાર્થી ભાઈઓ બહેનો હાલમાં નોકરી સાથે જોડાયેલા છે. આ પ્રોજેક્ટ ની વિશેષતા એ છે કે તાલીમાર્થીઓને તાલીમ પૂર્ણ થયા પછી નોકરીની 100% ખાતરી આપવામાં આવે છે. સેડી – મોરબી સેન્ટરમાં હાલમાં નીચે પ્રમાણે કોર્સ ચાલી રહ્યા છે.
Nursing GDA – 6 Month (જનરલ ડ્યુટી આસિસ્ટન્ટ)
Diploma Nursing – HAT – 1 Year (હોસ્પિટલ આસિસ્ટન્ટ ટેક્નિશિયન)
Computer BPO – 4 Month (બિઝનેસ પ્રોસેસ આઉટસોર્સિંગ – કપ્યુટર કોર્ષ )
Electrical WCP – 4 Month (વાયરમેન કંટ્રોલ પેનલ)
સંસ્થા દ્વારા તાલીમાર્થીઓને તાલીમની સાથે સાથે તાલીમ કિટ, યુનિફોર્મ, બેગ, તાલીમ શૂઝ જરૂરિયાત પ્રમાણે આપવામાં આવી રહ્યું છે.તાલીમની સાથે સાથે તાલીમાર્થીઓને જોબમાં આગળ વધવા માટે જીવન કૌશલ્ય (સોફ્ટસ્કીલ) નું જ્ઞાન પણ આપવામાં આવી રહ્યું છે. અંબુજા સિમેન્ટ ફાઉન્ડેશન (સેડી) સંસ્થા દ્વારા બેરોજગારી દૂર થાય તેના માટે પ્રયાસ કરવામાં આવી રહ્યા છે. આ માટે નોકરીવાંચ્છુકો સંસ્થાના નંબર + 91 8511159760 અને +91 8140526426 પર સંપર્ક કરી શકે છે.