મોરબીમાં રહેણાંક મકાનમાંથી વિદેશી દારૂ કિ રૂ,૭૨૭૨૦/- નો જથ્થો પકડી પાડી ગણનાપાત્ર કેસ શોધી કાઢતી મોરબી સીટી એ ડીવીજન પોલીસ.
મોરબી જીલ્લા પોલીસ અધિક્ષક નાઓની સુચના તેમજ નાયબ પોલીસ અધિક્ષક મોરબી ડીવીજન મોરબીનાઓના માર્ગદર્શન હેઠળ દારૂ જુગારની પ્રવૃતિ સદંતર નાબદુ કરવા તેમજ મીલ્કત સબંધી ગુન્હાઓ શોધી કાઢવા સુચના કરેલ હોય તેમજ પોલીસને ખાનગીરાહે બાતમી મળેલ કે હિતેષ ઉર્ફે મોઢીયો ચંદ્રકાંતભાઈ ધોળકીયા રહે નવા ડેલા રોડ મોરબી વાળો પોતાના રહેણાંક મકાનમા તથા કુંભારશેરીમા આવેલ ખંઢેર મકાનમાં ઈંગ્લીસ દારૂનો જથ્થો રાખી ઈંગ્લીસ દારૂની બોટલોનુ વેચાણ કરેછે. જેથી બાતમીના આધારે રેઇડ કરતા રહેણાંક મકાને આરોપી હાજર મળી આવેલ નહી તેમજ તેના રહેણાંક મકાનમાથી તથા ખંઢેર મકાનમાથી ઇગ્લીશદારૂ ની બોટલ નંગ-૧૮૦ કિ.રૂ.૭૨૭૨૦/- નો મુદામાલ મળી આવતા ધોરણસરની કાર્યવાહી હાથ ધરેલ છે