મોરબી જિલ્લા પંચાયત આરોગ્ય વિભાગ તથા તાલુકા હેલ્થ ઓફીસ મોરબી અને અર્બન હેલ્થ સેન્ટર ગોકુલનગર ના સહયોગથી તમાકુ નિયંત્રણ કાર્યક્રમ અંતર્ગત ચિત્ર સ્પર્ઘા યોજાઇ.
તમાકુ કંટ્રોલ સેલ મોરબી અને અર્બન હેલ્થ સેન્ટર ગોકુલનગર મોરબી દ્રારા પી.જી.પટેલ કોલેજ મોરબી ખાતે કોલેજમાં વ્યસનની જાગૃતી અર્થે ચિત્ર સ્પર્ઘા નું આયોજન કરવામાં આવેલ.
તમાકુ નિષેધ ચિત્ર હરીફાઈમાં ૪૦ જેટલા વીઘાર્થીએ ભાગ લીધેલ જેમાં બાળકોએ વ્યસનની શારીરિક અસરો/માનસિક અસરો/આર્થીક અસરો. સમાજમાં તમાકુના દુષણ અટકાવવાના પગલાઓ તથા તમાકુના કારણે થતા કેન્સરના રોગની સારવારમાં થતા ખર્ચ વીશે ચિત્ર સ્પર્ધા યોજેલ .જેમાંથી શ્રેષ્ઠ ચિત્ર વિજેતા થનાર પ્રથમ ત્રણ વિદ્યાર્થીને ઈનામ આપવામાં આવેલ તેમજ સ્પર્ધામાં ભાગ લેનાર તમામ વિદ્યાર્થીને પ્રોત્સાહન ઈનામ આપવામાં આવેલ અને સાથે કોલેજના તમામ વિદ્યાર્થીઓ ને નાસ્તો કરાવામાં આવેલ.
કાર્યક્રમના અંતે તેહાન શેરસિયા સોશ્યલ વર્કર, શૈલેષભાઈ પારેજીયા તાલુકા એમ.પી. એસ., મેડીકલ ઓફીસર, ડો.એન.એમ. કૈલા મેડિકલ ઓફિસર ગોકુલનગર, .એચ. ડબલ્યુ દીપક પટેલ.લોખીલ વૃજરજ. ટાંચક જયદીપ. તથા fhw નીતાબેન ગંગડિયા દ્વારા તમાકુના દૂષણ વિષે કોલેજના તમામ વિદ્યાર્થીને શારીરિક અને આર્થિક નુકશાની વિશે માહિતી આપવામાં આવેલ.
આ કાર્યક્રમને સફળ બનાવવા શાળાના આચાર્યશ્રી રવીન્દ્રભાઇ ભટ્ટ તથા કોલેજ સ્ટાફ ગણ, અર્બન સ્ટાફ હાજર રહેલ.