Tuesday, May 20, 2025

નવયુગ વિદ્યાલય મોરબી દ્વારા વાલી મિટિંગ સેમિનાર યોજાયો

Advertisement
Advertisement
Advertisement

મોરબી: નવયુગ ગ્રુપ ઓફ એજયુકેશન સંચાલિત નવયુગ વિદ્યાલય-મોરબી દ્વારા તા. 08-01-23 ને રવિવારના રોજ કે.જી તથા ધોરણ-1 થી 9 અને 11 ના વાલીઓની મિટિંગ સેમિનાર યોજાઇ ગયો. બે સેશનમાં યોજાયેલ આ વાલીઓની મિટિંગમાં આશરે 1500 જેટલા વાલીઓ ઉપસ્થિત રહયાં હતા. સાંપ્રત સમયના શિક્ષણ, સંતાન અને વાલી સામેના પડકારોને સમજી તેનું યોગ્ય નિરાકરણ કરી સંતાનોનું ભવિષ્ય કઇ રીતે ઉજજવળ બનાવી શકાય તેની અવનવી વાતો વકતાઓ ડો.દીપકભાઇ રાજયગુરૂ અને મોટીવેશન સ્પીકર પ્રતિકભાઇ કાછડીયા દ્વારા પોતાના વકતવ્યમાં આજના શિક્ષણની વાતો કરી સહિયારા પ્રયાસથી સંતાનોના ભવિષ્યને શિક્ષણ દ્વારા કઇ રીતે ઉચ્ચશીખરો સુધી પહોંચાડી શકાય તે વાત અનેરી રીતે રજૂ કરી હતી. નવયુગ ગ્રુપ ઓફ એજયુકેશનના પ્રમુખ પી.ડી.કાંજીયા તથા રંજનબેન પી.કાંજીયા અને બળદેવભાઇ સરસાવાડિયા વિશેષ ઉપસ્થિત રહયા હતા.

Advertisement
Advertisement
Advertisement

Related Articles

Connected us

0FansLike

TRENDING NOW