માનવસેવા એજ પ્રભુ સેવા સંસ્થા-મોરબીના સહયોગથી બાળાઓને બ્યુટી પાર્લરની વોકેશનલ તાલીમ આપવામાં આવી
ચિલ્ડ્રન હોમ ફોર ગર્લ્સ વિકાસ વિધાલય મોરબીની બ્યુટી પાર્લરની વોકેશનલ તાલીમ મેળવેલી બાળાઓને પ્રમાણપત્ર અને શિલ્ડ આપી કલેક્ટરશ્રીએ સન્માન કર્યુ હતુ.
ચિલ્ડ્રન હોમ ફોર ગર્લ્સ વિકાસ વિધાલય મોરબીની બાળાઓને બ્યુટી પાર્લરની વોકેશનલ તાલીમ માનવસેવા એજ પ્રભુ સેવા સંસ્થાન-મોરબીના સહયોગથી આપવામાં આવી હતી. આ વોકેશનલ તાલીમની પૂર્ણાહુતિ સ્વરૂપે જિલ્લા કલેક્ટરશ્રી જી.ટી.પંડ્યાના હસ્તે બાળાઓને પ્રમાણપત્ર તથા શિલ્ડ એનાયત કરવામાં આવ્યા હતા. ઉપરાંત બાળાઓને જિલ્લા સેવા સદનની વિવિધ કચેરીઓની મુલાકાત પણ કરાવવામાં આવી હતી.
કલેક્ટરશ્રીએ બાળાઓ સાથે આત્મિયતા સાથે સંવાદ કરી બાળાઓ સાથે જમવા-રહેવાની વ્યવ્સ્થા વગેરે બાબતોની ચર્ચા કરી હતી.
આ તકે જિલ્લા સમાજ સુરક્ષા અધિકારી વૈશાલીબેન જોષી, જિલ્લા બાળ સુરક્ષા અધિકારીશ્રી ડૉ.વિપુલ શેરશીયા, સંસ્થાકીય સંભાળ અધિકારી રીતેશભાઈ ગુપ્તા, ચિલ્ડ્રન હોમના અધિક્ષક નિરાલીબેન જાવિયા તેમજ સમગ્ર જિલ્લા બાળ સુરક્ષા એકમની ટીમે ઉપસ્થિત રહી કાર્યક્રમને સફળ બનાવ્યો હતો.