મોરબી: વ્યાજની પઠાણી ઉઘરાણી કરતા ઇસમો વિરુધ્ધ મનીલેન્ડર્સ એકટ મુજબ ગુન્હો દાખલ કરી અલગ અલગ બે ગુનહામા ચાર ઇસમોને મોરબી સીટી એ ડીવીજન પોલીસે ઝડપી પાડયા છે.
મોરબી જીલ્લા પોલીસ અધિક્ષક નાઓની સુચના તેમજ નાયબ પોલીસ અધિક્ષક મોરબી ડીવીજન મોરબીનાઓના માર્ગદર્શન હેઠળ મોરબી શહેર વિસ્તારમા વગર લાયસન્સે ઉચ્ચા વ્યાજે નાણાધીરધાર કરી પઠાણી ઉઘરાણી કરતો ઇસમો ઉપર કાર્યવાહી કરવા સુચના કરેલ હોય જેથી ગઇકાલ તા.૮/૧/૨૦૨૩ ના રોજ અલગ અલગ ફરીયાદી જેમા (૧) મીલનભાઇ જયંતીભાઇ અગોલા રહે.મોરબી શનાળારોડ રૂદ્ર પ્રયાગ એપાર્ટમન્ટ બ્લોકનં.૬૦૩ નીતીનીપાર્ક વાળા ને ઉચા વ્યાજે રૂપીયા ધીરધાર કરી ચેકો પડાવી લઇ ત્રણ ઇસમો પઠાણી ઉઘરાણી કરતા હોય તેમજ બીજા ફરીયાદી રૂપેશભાઇ હરજીવનભાઇ રાણીપા રહે.મોરબી શ્રી કુંજ સોસાયટી કન્યા છાત્રાલય રોડ વાળાને નએક ઇસમે ઉચા વ્યાજે નાણા આપી પઠાણી ઉઘારાણી કરતા હોય જેથી ઇસમો ઉંચા વ્યાજે રૂપીયા આપી વ્યાજના રૂપીયાની પઠાણી ઉઘારાણી કરતા હોય જેથી આરોપીઓ વિરૂધ્ધ ગુન્હા રજીસ્ટર કરી ગણતરીના કલાકમાં વિશાલભાઇ બચુભાઇ ગોગરા રહે.કોયલી તા.મોરબી, પ્રવીણભાઇ નવઘણભાઇ ગરચર રહે.ખાનપર રબારીવાસ તા.મોરબી, મનીષભાઇ ઉર્ફે દેવશીભાઇ જીવણભાઇ રગીયા રહે.ખાનપર તા.મોરબી, જગદીશભાઇ ઉર્ફે સુરેશભાઇ લખમણભાઇ સવર્સેટા રહે. ખાખરાળા તા.મોરબી વાળા આરોપીઓને પકડી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરેલ છે.