મોરબી: બેલા ગામની સીમમાં પવનસુત ઓફસેટ પ્લોટ નંબર-૦૨ વાળા ગોડાઉનમાંથી ઇંગ્લીશ દારૂની બોટલો નંગ- ૩૭૮૦ કિ.૩ ૧૫,૧૯,૩૨૦/- તથા અન્ય મુદામાલ મળી કુલ રૂ. ૨૦,૧૯,૩૨૦/- નો મુદામાલ મોરબી ક્રાઇમ બ્રાંચે ઝડપી પાડયો.
પોલીસ મહાનિરીક્ષક રાજકોટ વિભાગ રાજકોટ તથા પોલીસ અધિક્ષક મોરબીનાઓને અગામી ઉત્તરાયણના તહેવાર અનુસંધાને મોરબી જીલ્લામાં પ્રોહીબીશન -જુગારની પ્રવૃતિ અટકાવવા ઇન્ચાર્જ પોલીસ ઇન્સ્પેકટર એલ.સી.બી. મોરબીનાઓને સુચના કરેલ હોય જે અન્વયે પોલીસ ઇન્સ્પેકટર એલ.સી.બી. મોરબી તથા પોલીસ સબ ઇન્સ્પેક્ટર તથા એલ.સી.બી. પેરોલ ફર્લો સ્કવોડનો સ્ટાફ કાર્યરત હતા દરમ્યાન એલ.સી.બી. સ્ટાફના પોલીસને સયુંકતમાં ખાનગી રાહે બાતમી મળેલ કે,રાજકોટના ફીરોજભાઇ હાસમભાઇ મેથ્યુસધી રહે. જંગલેશ્વર, રાજકોટ તથા તેનો ભાગીદાર ધવલ રસીકભાઇ સાવલીયા રહે. રાજકોટ વાળાએ બેલાગામની સીમમાં આવેલ સાંઇ ઇન્ડસ્ટ્રીમાં આવેલ પવનસુત ઓફસેટ પ્લોટ નંબર-૦ર વાળા ગોડાઉનમાં ગેરકાયદેસર રીતે ભારતીય બનાવટનો વિદેશી દારૂનો જથ્થો પરપ્રાંત માંથી મંગાવી તેનો સંગ્રહ કરી તેનું વેચાણ કરે છે. તેવી ચોકકસ બાતમીના આધારે રેઇડ કરતા દારુ સહીત રૂ. ૨૦,૧૯,૩૨૦/નો મુદામાલ મળી આવતા મોરબી તાલુકા પોલીસ સ્ટેશન ખાતે પ્રોહીબીશન ધારા તળે ગુનો નોંધાવી આગળની ધોરણસરની કાર્યવાહી કરેલ છે.
પકડવાના બાકી આરોપી
(૧) ફીરોજભાઇ હાસમભાઇ મેણુ રહે, જંગલેશ્વર, રાજકોટ
(૨) ધવલ રસીકભાઇ સાવલીયા રહે. રાજકોટ
(૩) મહીન્દ્રા કંપની ની બોલેરો પીકઅપ ગાડી નંબર -GJ-25-U-9826નો ચાલક
– પકડાયેલ મુદામાલની વિગત –
(૧) મેકડોવેલ્સ નંબર-૦૧ વ્હીસ્કીની ૭૫૦ એમ.એલ.ની બોટલો નંગ-૧૮૯૬ કિ.રૂ. ૭,૧૧,૦૦૦/-
(૨) રોયલ ચેલેન્જ વ્હીસ્કીની ૭૫૦ એમ.એલ.ની બોટલો નંગ-૪૫૬ કિ.રૂ. ૨,૩૭,૧૨૦૪-
(૩) રોયલ સ્ટેગ સુપીરીયર વ્હીસ્કીની ૭૫૦ એમ.એલ.ની. બોટલો નંગ-૧૪૨૮કિ.રૂ. ૫,૭૧,૨૦૦/-
(૪) બોલેરો પીકઅપ ગાડી નંબર-GJ-25-U-9825 કિ.રૂ. ૫,૦૦,૦૦૦/- મળી કુલ કી.રૂ.૨૦,૧૯,૩૨૦/- નો મુદામાલ કબ્જે કરેલ છે.