ટોબેકો કંટ્રોલ સેલ દ્વારા શાંતિવન સ્કૂલ ખાતે વ્યસનમુક્તિ ની જાગૃતતા અર્થે ચિત્ર સ્પર્ધા નું આયોજન કરવામાં આવ્યું

Advertisement
Advertisement
Advertisement
Advertisement
Advertisement

મોરબી જિલ્લા પંચાયત આરોગ્ય વિભાગ તથા તાલુકા હેલ્થ ઓફીસ મોરબી અને અર્બન હેલ્થ સેન્ટર વિસીપરા ના સહયોગથી તમાકુ નિયંત્રણ કાર્યક્રમ અંતર્ગત ચિત્ર સ્પર્ઘા યોજાઇ.
આજરોજ તમાકુ કંટ્રોલ સેલ મોરબી અને અર્બન હેલ્થ સેન્ટર વિસીપરા મોરબી દ્રારા શાંતિવન પ્રાથમિક શાળા મોરબી ખાતે શાળામાં વ્યસનની જાગૃતી અર્થે ચિત્ર સ્પર્ઘા નું આયોજન કરવામાં આવેલ.
તમાકુ નિષેધ ચિત્ર હરીફાઈમાં 120 જેટલા વિદ્યાર્થી એ ભાગ લીધેલ જેમાં બાળકોએ વ્યસનની શારીરિક અસરો/માનસિક અસરો/આથિક અસરો. સમાજમાં તમાકુના દુષણ અટકાવવાના પગલાઓ તથા તમાકુના કારણે થતા કેન્સરના રોગની સારવારમાં થતા ખર્ચ વીશે ચિત્ર સ્પર્ધા યોજેલ .જેમાંથી શ્રેષ્ઠ ચિત્ર વિજેતા થનાર પ્રથમ ત્રણ વિદ્યાર્થીને ઈનામ આપવામાં આવેલ તેમજ સ્પર્ધામાં ભાગ લેનાર તમામ વિદ્યાર્થીને પ્રોત્સાહન ઈનામ આપવામાં આવેલ અને સાથે શાળાના તમામ વિદ્યાર્થીઓ ને નાસ્તો કરાવામાં આવેલ.
કાર્યક્રમના અંતે મેડીકલ ઓફિસર હેમાંગિબેન, ફાર્માસિસ્ટ બીજલબેન,એસ.આઇ.દિલીપભાઈ ચૌહાણ દ્વારા તમાકુના દૂષણ વિષે શાળાના તમામ વિદ્યાર્થીને શારીરિક અને આર્થિક નુકશાની વિશે માહિતી આપવામાં આવેલ.
આ કાર્યક્રમને સફળ બનાવવા શાળાના આચાર્ય કાવડિયા બાવાલજીભાઈ તથા સ્કૂલ સ્ટાફ ગણ, અર્બન સ્ટાફ હાજર રહેલ.

Related Articles

Connected us

0FansLike

TRENDING NOW