ટંકાર: સરદાર લેઉવા પાટીદાર સમાજ ટંકારા યુવા સમિતિ અને મહિલા સમિતિ દ્વારા આયોજીત તા.26/01/2023 ને ગુરૂવાર (વસંતપંચમી)નાં પાવન દિવસે એક માંડવે લગ્ન એવા ચતુર્થ સમૂહ લગ્નનું જાજરમાન આયોજન કરવામાં આવેલ છે.
આ સમુહ લગ્નોત્સવમાં ટોટલ 19 નવ દંપતી પ્રભુતામાં પગલાં પાડવા જઈ રહિયા છે. આ કાર્યક્રમમાં ખોડલધામના ચેરમેન નરેશભાઈ પટેલ તેમજ જયેશભાઈ રાદડીયા કેબિનેટ મિનિસ્ટર રાઘવજીભાઈ પટેલ તેમજ સાધુ અને સંતો યુગલને આશીર્વાદ આપવા માટે ઉપસ્થિત રહેવાના છે તેમજ સરદાર લેઉવા પાટીદાર સમાજ ટંકારાના કાર્યકર્તા એવા બેચરભાઈ ઢેઢી યુવા કમિટી પ્રમુખ અજય સંઘાણી ઉપપ્રમુખ વિમલ ભાગિયા મંત્રી અલ્પેશ મુંજાત તેમજ હસમુખ દુબરીયા, મુકેશ દુબરિયા, દિવ્યેશ નમેરા, ફાલ્ગુન સંઘાણી, નિલેશ પટ્ટણી, નિરવ ભાગીયા તેમજ મહિલા સમિતિ અને આગેવાનો વગેરે આ કાર્યક્રમને સફળ બનાવવા જહેમત ઉઠાવી રહ્યા છે.