મોરબી બી.ડી.ડી.એસ.ટીમ તથા ડ્રોન કેમેરાની સાથે કોમ્બીંગ ઓપરેશન કરી દેશી દારૂ ગળવાના ભઠ્ઠીના ૪ કેસો શોધી ત્રણ ઈસમોને મોરબી જિલ્લા પોલીસે ઝડપી પાડયા છે જ્યારે અન્ય બે ઈસમો સ્થળ પર હાજર ન મળી આવતા પોલીસે તેને ઝડપી પાડવા તપાસ હાથ ધરી છે.
મોરબી જિલ્લાના માળીયા મિ. પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવેલ નવાગામ ખાતે કોમ્બિંગનું મેગાસર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવેલ. જેમાં એલ.સી.બી., એસ.ઓ.જી., સી.પી.આઈ, મોરબી, હળવદ, મોરબી તાલુકા અને માળીયા મિ. એ રીતે પોલીસ સ્ટેશનના તથા કચેરીઓના મળી કુલ ૮ જેટલા અધિકારીઓ તથા ૬૦ જેટલા પોલીસ કર્મચારીઓએ સંયુક્ત રીતે બી.ડી.ડી.એસ ટીમ તથા ડ્રોન કેમેરાની મદદ લઈ કોમ્બિંગ સર્ચ ઓપરેશનની કામગીરી હાથ ધરેલ, જેમાં ગેરકાયદેસર દેશી દારૂની પ્રવૃત્તિ કરતા કુલ પાંચ ઈસમો વિરુદ્ધ દારૂ ગાળવાના ભઠ્ઠીના ચાર કેસો કરવામાં આવેલ છે. અને આ શોધી કાઢેલ દારૂ ગાળવાના ભઠ્ઠીના કેસોમાં સંડોવાયલ આરોપીઓ સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવેલ છે.
પોલીસે રેઇડ દરમ્યાન દેશી દારૂ બનાવવાનો આથો ૧૩૫૦ લીટર, કિંમત રૂ.૨૭૦૦/-ના મુદ્દામાલ સાથે મહેબુબ ઇશાભાઇ જામ, ગફુર ઇશાભાઇ જામ, રશીદાબેન અબ્દુલભાઇ જામ રહે. બધાં નવાગામ તા.માળીયા મિ. જી.મોરબી વાળાને પોલીસે ઝડપી પાડયા છે જ્યારે અન્ય બે ઈસમો અબ્દુલભાઇ ઉર્ફે પોપો અહેમદભાઇ જામ તથા જુમાભાઇ હૈદરભાઇ જામ રહે.નવાગામ તા.માળીયા મિ. જી.મોરબી વાળા સ્થળ પર હાજર ન મળી આવતા પોલીસે તેને ઝડપી પાડવા તપાસ હાથ ધરી છે. તમાંમ વિરુદ્ધ પ્રોહીબિશન એક્ટ હેઠળ ગુન્હો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવેલ છે.
રિપોર્ટર
મયંક દેવમુરારી
મોરબી