યુ.કે.ના લેસ્ટરની ડીમોન્ટફોર્ટ યુનિવર્સિટીના ઓડિયોલોજી વિભાગના સિનિયર વિદ્યાર્થીઓ વાંકાનેર દેવદયા ટ્રસ્ટના ફાઉન્ડર ટ્રસ્ટી ડૉ. ભાનુબેન મહેતાના આંગણે પધારેલ હતા.
જે મોરબી નર્મદા બાલઘરની મુલાકાતે આવ્યા અને તેમને બાલઘરમાં ચાલતા NBG Scientist અંતર્ગત 3D પ્રિન્ટર, ડિજિટલ ડ્રોઈંગ, ડ્રોન, વર્ચુયલ રિયાલિટી, આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ, બેઝીક સાયન્સ, વિડિઓ પોર્ટલ વગેરે વિશે માહિતી મેળવી અને મોરબીમાં ચાલતા આ કાર્યની ખુબ પ્રશંસા કરી.