મોરબી સહિત પાંચ જિલ્લામાં હદપાર કરેલ આરોપીને મોરબી સીટી એ ડીવીજન પોલીસની ટીમે ધરપકડ કરીને વધુ તપાસ હાથ ધરી છે.
મળતી માહિતી મુજબ મોરબી સીટી એ ડીવીજન પોલીસ ટીમ પેટ્રોલિંગ હતી તે દરમ્યાન પોલીસે આરોપી અકબરભાઇ હાજીભાઈ સમા (ઉ.વ.૩૬) રહે. ચાર માળીયા આવાસ લીલાપર રોડ મોરબી હાલ હદપાર દરમિયાન રહે કામરેજ ખાતે સુરત વાળાની ધરપકડ કરી હતી. આ આરોપીને મોરબી, રાજકોટ, સુરેન્દ્રનગર, જામનગર, કચ્છ જીલ્લાઓમાંથી છ માસ માટે હદપાર કરેલ હોવા છતાં લીલાપર રોડ, ચાર માળીયા સરકારી આવાસ યોજનાના ગેટ પાસે મોરબી જીલ્લાની હદમાં મળી આવતા હદપારી હુકમનો ભંગ થતા પોલીસે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી. હાલ મોરબી સિટી એ ડીવીઝન પોલીસે આરોપીની અટકાયત કરી વધુ તપાસ હાથ ધરી છે.