Wednesday, January 8, 2025

વિદેશી દારૂની ૨૨૮ બોટલ સાથે એક શખ્સ ને ઝડપી લેતી વાંકાનેર પોલીસ

Advertisement

પોલીસ અધિક્ષક રાહુલ ત્રિપાઠી દ્વારા મોરબી જીલ્લામાં પ્રોહી – જુગારની બદીઓ દુર કરવા કડક સુચના કરેલ હોય જેથી નાયબ પોલીસ અધિક્ષક પી. એ ઝાલાના માર્ગદર્શન હેઠળ પો.ઈન્સ કે.એમ છાસીયા તથા વાંકાનેર સીટી પો.સ્ટેના સ્ટાફ કામગીરી માટે પ્રત્યનશીલ હોય તે દરમ્યાન પોલીસ કોન્સ પ્રતિપાલસિંહ અનિરૂધ્ધસિંહ વાળા તથા કૃષ્ણરાજસિંહ પૃથ્વીરાજસિંહ ઝાલા ને સંયુક્તમા ખાનગીરાહે હકીકત મળેલ કે , વાંકાનેર આરોગ્યનગરમા રહેતા ભદુભાઈ કાળુભાઈ માનસુરીયા ગે .કા. વિદેશી દારૂનો જથ્થો વેચાણ કરવા ઉતારેલ છે તેવી ચોકકસ બાતમી મળેલ હોય જે અંગે તે જગ્યાએ રેઈડ કરતા અલગ – અલગ બ્રાંડની ઈંગ્લીશ દારૂ ની બોટલ નંગ -૨૨૮ મુદ્દામાલ કી.રૂ .૮૮,૯૮૦ / – ના મુદ્દામાલ સાથે મળી આવતા વાંકાનેર સીટી પોલીસ સ્ટેશનમાં પ્રોહી ધારા હેઠળ ગુનો રજીસ્ટર કરી કાયદેસરની કાર્યવાહી કરવામાં આવેલ છે . પકડાયેલ ઈસમ ( આરોપી ) : સંજયભાઈ ઉર્ફે ભદુભાઈ કાળુભાઈ માનસુરીયા ઉવ .૨૪ રહે.વાંકાનેર આરોગ્યનગર તા.વાંકાનેર જી.મોરબી કબ્જે કરેલ મુદ્દામાલ ( ૧ ) MCDOVELLS NO.1 COLLECTION WHISKY કાચની બોટલો કી.રૂ .૭૬,૫૦૦ / ( ૨ ) ROYAL CHALLENGE WHISKY કાચની બોટલો કી.રૂ .૧૨૪૮૦ / ( ૩ ) એક મોબાઈલ ફોન કી.રૂ .૫૦૦ / કુલ મુદ્દામાલ કી.રૂ .૮૯,૪૮૦ /

કામગીરી કરનાર અધિકારી તથા કર્મચારી પોલીસ ઇન્સ્પેકટર કે.એમ છાસીયા તથા પો.સબ. ઈન્સ ડી.વી કાનાણી તથા પો.હેડ.કોન્સ યશપાલસિંહ પરમાર તથા હરપાલસિંહ પરમાર તથા હરદીપસિંહ ઝાલા તથા પો.કોન્સ કૃષ્ણરાજસિંહ ઝાલા તથા ધર્મરાજભાઈ ગઢવી તથા પ્રતિપાલસિંહ વાળા તથા દિવ્યરાજસિંહ ઝાલા નાઓ જોડાયેલ હતા .

Advertisement
Advertisement

Related Articles

Connected us

0FansLike

TRENDING NOW