મોરબી વાવડી રોડ બાવળીયા પીરની દરગાહ નજીક હદાણીની વાડીએ રહેણાંક મકાનમાંથી ઈંગ્લીશ દારૂનો જથ્થો મોરબી સીટી એ ડીવીજન પોલીસે ઝડપી પાડયો જ્યારે આરોપી સ્થળ પર હાજર ન મળી આવતા પોલીસે તેને ઝડપી પાડવા શોધખોળ હાથ ધરી છે.
મળતી માહિતી મુજબ મોરબી વાવડી રોડ બાવળીયા પીરની દરગાહ નજીક હદાણીની વાડી આરોપી ઈશ્વર ઉર્ફે બાલો કરશનભાઈ કંઝારીયાએ પોતાના રહેણાંક મકાનમાં વેચાણ કરવાના ઈરાદાથી રાખેલ ઈંગ્લીશ દારૂની બોટલ નંગ-૮૦ કિં રૂ. ૧૮,૯૦૦ ના મુદ્દામાલ મોરબી સીટી એ ડીવીજન પોલીસે કબ્જે કરી આરોપી ઈશ્વર ઉર્ફે બાલો કરશનભાઈ કંઝારીયા સ્થળ પર હાજર ન મળી આવતા તેને ઝડપી પાડવા શોધખોળ હાથ ધરી આરોપી વિરુદ્ધ પ્રોહીબિશન એક્ટ હેઠળ ગુન્હો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.