મોરબી તાલુકાના ઘુંટુ ગામે જનકપુર પ્લોટ વિસ્તારમાં ભુપતભાઇ કોળીના મકાન નજીક શેરીના ઓટલા પર જાહેરમાં તીનપત્તીનો જુગાર રમતા ત્રણ શકુનીઓને મોરબી તાલુકા પોલીસે ઝડપી પાડયા છે.
મળતી માહિતી મુજબ મોરબી તાલુકાના ઘુંટુ ગામે જનકપુર પ્લોટ વિસ્તારમાં ભુપતભાઇ કોળીના મકાન નજીક શેરીના ઓટલા પર જાહેરમાં તીનપત્તીનો જુગાર રમતા રમેશભાઈ મોમૈયાભાઈ સાલાણી, ચંદુભાઈ બીજલભાઈ પેથાણી, ગોવિંદભાઈ પ્રભુભાઈ સાથલીયા રહે બધા ઘુંટુ ગામ તા. મોરબી વાળાને રોકડ રકમ રૂ.૧૫,૨૦૦ ના મુદ્દામાલ સાથે મોરબી તાલુકા પોલીસે ઝડપી પાડી જુગારધારા કલમ હેઠળ ગુન્હો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.