મોરબી તાલુકાના લાલપર ગામે પોલીસ અધિક્ષક રાહુલ ત્રિપાઠીની અધ્યક્ષતામા લોક દરબાર યોજાયો હતો જેમાં ગામ લોકોને વ્યાજખોરોના ચક્રમા ન ફસાવા અંગે તેમજ સરકારની યોજનાઓ તેમજ સસ્તી લોન અંગે બેંક સંબંધી જરૂરી માહિતીથી વાકેફ કરવામાં આવ્યા હતા
તેમજ વધુમાં જણાવ્યું હતું કે જો કોઈ વ્યક્તિ વ્યાજખોરોના ચક્રમા ફસાયેલ હોય તો નિર્ભય બની પોલીસનો સંપર્ક કરવા સમજ કરવામાં આવી અને આ લોકદરબારમાં પોલીસ ઇન્સ્પેક્ટર વાળા તેમજ પ્રો PI સોલંકી PSI બગડા તેમજ આશરે 100 જેટલા આગેવાનો તેમજ ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા.