મોરબી: મોરબી તાલુકા પોલીસ સ્ટેશન વિસ્તારમાં આમરણ ગામ પાસેથી ગેર કાયદેસર દેશી હાથ બનાવટની જામગરી બંદુક સાથે એક ઈસમને મોરબી એસ.ઓ.જી.ટીમે ઝડપી પાડયો છે.
એસ.ઓ.જી.સ્ટાફ કાર્ય માટે પ્રયત્નશીલ હોય તે દરમ્યાન પોલીસ હેડ કોન્સ્ટેબલને ખાનગી બાતમી મળેલ કે, એક વ્યક્તિ તેનુ નામ સબીર અકબર સૈયદ રહે.આમરણ વાળો અત્યારે એક દેશી હાથ બનાવટની જામગરી બંદુક સાથે આંટાફેરા મારે છે અને તેની પાસે એક દેશી હાથ બનાવટની જામગરી બંદુક છે. જે મળેલ બાતમી આધારે હકીકત વાળી જગ્યાએ જઇ વોચમાં રહી કોર્ડન કરી સબિરભાઇ અકબરભાઇ બુખારી જાતે સૈયદ ઉવ.ર૪ ધંધો, ખેતી રહે. આમરણ કોળી વાસ વાણીયા શેરી પાણીના ટાંકા પાસે તા.જી.મોરબી વાળો ઇસમ દેશી હાથ બનાવટની જામગરી બંદુક નંગ-૧ કિ.રૂપીયા ૧,૫૦૦/ના મુદ્દામાલ સાથે મળી આવતા આર્મ્સ એક્ટ મુજબની કાર્યવાહી કરી હસ્તગત કરી મોરબી તાલુકા પોલીસ સ્ટેશનમાં ગુનો રજીસ્ટર કરાવેલ છે.