મોરબી નાનીબજાર ચોકથી આગળ બુડાબાવાની શેરીના નાકે ખંઢર મકાનમાંથી ઈંગ્લીશ દારૂની ૬૬ બોટલો સાથે બે ઈસમોને મોરબી સીટી એ ડીવીજન પોલીસે ઝડપી પાડયા છે જ્યારે અન્ય એક શખ્સ સ્થળ પર હાજર ન મળી આવતા પોલીસે તેને ઝડપી પાડવા શોધખોળ હાથ ધરી છે.
મળતી માહિતી મુજબ મોરબી નાનીબજાર ચોકથી આગળ બુડાબાવાની શેરીના નાકે આરોપી અંકરમભાઈ મહેબુબભાઈ શાહમદાર (ઉ.વ.૨૦) રહે. મકરાણી વાસ મદીના ચોક મોરબી તથા એજાજભાઈ મહેબુબભાઈ ચાનીયા (ઉ.વ.૨૪) રહે. મોરબી નાનીબજાર વિશ્વકર્મા મંદિર પાસે મોરબી વાળાએ ગેરકાયદેસર રીતે પોતાના કબ્જા ભોગવટા વાળા ખંઢેર મકાનમાં વેચાણ કરવાના ઈરાદાથી રાખેલ ઈંગ્લીશ દારૂની બોટલ નંગ-૬૬ કિં રૂ. ૩૦૭૫૦ ના મુદ્દામાલ સાથે મોરબી સીટી એ ડીવીજન પોલીસે ઝડપી પાડયા છે જ્યારે અન્ય એક શખ્સ રૂષીરાજસિંહ અનીરૂધ્ધસિંહ જાડેજા રહે.મોરબી વાવડી રોડ કારીયા સોસાયટી વાળો સ્થળ પર હાજર ન મળી આવતા પોલીસે તેને ઝડપી પાડવા શોધખોળ હાથ ધરી છે તેમજ ત્રણે આરોપીઓ વિરુદ્ધ મોરબી સીટી એ ડીવીજન પોલીસે પ્રોહીબિશન એક્ટ હેઠળ ગુન્હો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે