Wednesday, May 21, 2025

મોરબીની દિવ્યાંગ બાળકોની શાળા દ્વારા સાંકૃતિક કાર્યક્રમ યોજાયો

Advertisement
Advertisement
Advertisement

*દેશભક્તિથી ભરપૂર કાર્યક્રમો રજૂ કરતા મનો દિવ્યાંગ બાળકો*

મોરબીમાં માનવ મંદિર ચેરીટેબલ ટ્રસ્ટ સંચાલિત માં મગલમુર્તિ દિવ્યાંગ બાળકોની શાળા હાલ રસિકલાલ શેઠ બોયઝ હાઈસ્કૂલ મોરબી ખાતે હાલ કાર્યરત છે, જેમાં હાલ સેલિબ્રલ પાલસી મનો દિવ્યાંગ બાળકોનું લાલન,પાલન અને પોષણ કરવામાં આવે છે, આ બાળકો પોતે પગભર થાય પોતાની દૈનિક ક્રિયાઓ જાતે કરી શકે,સમાજ આ બાળકોને સહાનુભૂતિ નહિ પણ સ્વીકૃતિ આપે એવા શુભાષયથી દિવ્યાંગ બાળકો દ્વારા દેશભક્તિ, રાષ્ટ્રભવના,રાષ્ટ્રપ્રેમથી ભરપૂર સાંસ્કૃતિક કાર્યક્રમો રજૂ કર્યા, જેમાં દિવ્યાંગ બાળકો અભિનયના ઓજસ પાથર્યા હતા આ કાર્યક્રમ નિહાળવા અને દિવ્યાંગ બાળકોને અને એમની સાથે કામ કરતા અને આ બાળકોને જીવનના પાઠ શીખવતા તમામ શિક્ષિકા બહેનો તેમજ ટ્રષ્ટિ મંડળના પ્રદિપભાઈ વોરા, ગિરીશભાઈ પારેખ, દુર્ગાબેન કૈલા,દિપાબેન કોટેચા, નેહાબેન જાની, હર્ષિદાબેન જાની અને મયુરીબેન ટીલવા,શિલ્પાબેન ભટાસણા આઈ.ઈ.ડી.કો. ઓર્ડીનેટર વગેરેએ ખુબજ જહેમત ઉઠાવી હતી, મોરબીના સુજ્ઞ નાગરિકો,નગરજનોએ કાર્યક્રમમાં ઉપસ્થિત રહી દિવ્યાંગ બાળકોમાં રહેલી શુષુપ્ત શક્તિઓને નિહાળી હતી.સમગ્ર કાર્યક્રમનું સંચાલન દિનેશભાઈ વડસોલા અધ્યક્ષ રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘે કર્યું હતું

Advertisement
Advertisement
Advertisement

Related Articles

Connected us

0FansLike

TRENDING NOW