રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ મોરબી જિલ્લા દ્વારા તા ૦૫-૦૨-૨૦૨૩ ના રોજ ટંકારાના જબલપુર ગામ ઉમા આશ્રમ ખાતે સામાજિક સમરસતા મહાયજ્ઞ યોજાયો હતો.
આ યજ્ઞમાં ટંકારા તાલુકા તથા નગરમાં વસતા તમામ સમાજના લોકોએ ઉત્સાહભેર ભાગ લીધો. રમણીકભાઇ વડાલિયા તથા આર્યવીર ટીમ દ્વારા યજ્ઞ વિધિ કરાવવામાં આવી હતી. તેમજ આર્યસમાજ મહાલયના આચાર્ય રામદેવજી અતિથિ વિશેષ તરીકે ઉપસ્થિત રહ્યા અને સમાજમાં એકતા,સંગઠન અને સમરસતા અખંડ રહે તેવા આશિર્વચન પાઠવ્યા હતા. આ મહાયજ્ઞમાં બહોળી સંખ્યામાં ભાઈઓ, બહેનો અને બાળકો ઉપસ્થિત રહ્યા હતા. આ કાર્યક્રમની સફળતા માટે ટંકારાના સમરસતા સંયોજક દિપકભાઈ ખત્રી અને આર.એસ.એસ. ના કાર્યકર્તાઓએ ભારે જહેમત ઉઠાવી હતી.