(અહેવાલ :ગોપાલ ઠાકોર)
ગાઢ ધુમ્મસના કારણે જીરો વિઝીબિલીટી હાઈવે પર વાહનોને લાગી ગઈ બ્રેક અત્યંત ગાઢ ધુમ્મસનુ સામ્રાજ્ય છવાતા સમ્રગ પંથકમાં કુદરતી બ્લર જેવુ કુદરતી સૌંદર્ય સર્જાયુ
મોરબી, માળીયામિંયાણા સહીત મોરબી જિલ્લાના મોટાભાગના વિસ્તારોમાં વહેલી સવારથી ગાઢ ધુમ્મસ છવાયો હતો ગાઢ ધુમ્મસના કારણે હાઈવે પર જીરો વિઝીબિલીટી જેવુ વાતાવરણ સર્જાતા ૫ ફુટેથી દેખાવુ મુશ્કેલ બનતા નાના મોટા વાહન ચાલકોને પોતાનુ વાહન હંકારવું મુશ્કેલ બની જતા રોડની સાઈડમાં થોભી જવા મજબુર બન્યા હતા આમ ગાઢ ધુમ્મસના કારણે સમ્રગ વિસ્તારમાં રીતસરનુ કુદરતી બ્લર જેવુ કુદરતી સૌંદર્ય સર્જાયુ હતુ અત્રે ઉલ્લેખનીય છેકે આજે વહેલી સવારથી મોટાભાગના વિસ્તારમાં ગાઢ ધુમ્મસનુ સામ્રાજ્ય છવાઈ જતા અણીયારી જેતપર સહીતના ધમધમતા રોડ ઉપર ગાઢ ધુમ્મસના કારણે વિઝીબિલીટી ઘટી જતા વાહનો ચાલકો ઉભા રહેવા મજબુર બન્યા હતા