Tuesday, February 25, 2025

મોરબી મોબાઈલ ની ચિલ ઝડપ કરનાર ઈસમને 23 મોબાઈલ સાથે મોરબી ક્રાઇમ બ્રાંચે ઝડપી પાડયો

Advertisement
Advertisement

જાંબુડીયા ગામ પાસેથી મોબાઇલ ફોનની ચીલઝડપ કરનાર ઇસમને ચીલઝડપમાં ગયેલ મોબાઇલ ફોન તથા અન્ય મોબાઇલ ફોન નંગ-ર૩ તથા અન્ય મુદામાલ મળી કુલ કી.રૂ. ૧,૩૦,૦૦૦/- ના મુદામાલ સાથે એક ઈસમને મોરબી ક્રાઇમ બ્રાન્ચે ઝડપી પાડયો છે.
મોરબી એલ.સી.બી પોલીસ મોરબી તાલુકા વિસ્તારમાં કાર્ય માટે પ્રયત્નશીલ હોય તે દરમ્યાન ખાનગીરાહે મળેલ બાતમીના આધારે કાનજીભાઇ ઉર્ફે કાનો રાજેશભાઇ ચાવડા ઉ.વ.૨૧ રહે મોરબી-૦૨ સામાકાંઠે પટેલ સોસાયટી સામે રામકૃષ્ણનગર મકાન ન-બી ૪ તા.જી.મોરબી વાળાને અલગ અલગ કંપનીના એન્ડ્રોઇડ મોબાઇલ ફોન નંગ-૨૩ સાથે પકડી પાડી મોરબી એલ.સી.બી કચેરી ખાતે લાવી મોબાઇલ ફોન બાબતે સઘન પુછપરછ કરતા આ મોબાઇલ પોતે તથા પોતાના મિત્રો સાથે મળી અલગ અલગ તારીખ સમયે મોરબી તાલુકા પોલીસ સ્ટેશન બેલા, રંગપર, ઘુટ રોડ, લખધીરપુર રોડ, જાંબુડીયા, સરતાનપર રોડ, માટેલ-ઢુવા રોડ પર આવેલ કારખાના વિસ્તારમાંથી મજુર પાસેથી ચિલઝડપ કરી આચકી પડાવીને મેળવેલ હોય જે મોબાઇલ ફોન બાબતે વેરીફાઇ તપાસ કરતા મોરબી તાલુકા પોલીસ સ્ટેશન ના જાંબુડીયા ગામ પાસેથી ઇસમે રીયલ મી કંપનીનો મોબાઇલ ફોન આચકી ચિલઝડપ કરી મેળવેલ હોય જે બાબતે મોરબી તાલુકા પોલીસ સ્ટેશનમાં આઇ.પી.સી.કલમ-૩૭૯૧(1), ૧૧૪ મુજબનો ગુનો રજિસ્ટર થયેલ હોય જેથી કાનજીભાઇ ઉર્ફે કાનો રાજેશભાઇ ચાવડા ઉ.વ.૨૧ રહે મોરબી-૦૨ સામાકાંઠે પટેલ સોસાયટી સામે રામકૃષ્ણનગર મકાન ન-બી ૪ તા.જી.મોરબી વાળા પાસેથી ચિલઝડપમાં ગયેલ મોબાઇલ ફોન તથા અન્ય અલગ અલગ કંપનીના મોબાઇલ ફોન મળી કુલ મો.નંગ-૨૩ કિ.રૂ.૧,૧૫,૦૦૦/- તથા હીરો સ્પ્લેન્ડર મોટરસાયકલ કી.રૂ. ૧૫,૦૦૦/- નો મુદામાલ સી.આર.પી.સી કલમ-૧૦૨ મુજબ કબજે કરી વધુ તપાસ અર્થે મોરબી તાલુકા પોલીસ સ્ટેશન ખાતે સોપી આપેલ છે.

Advertisement
Advertisement

Related Articles

Connected us

0FansLike

TRENDING NOW