મોરબી ઝુલતા પુલ દુર્ઘટના કેસમાં જયસુખ પટેલના સમર્થનમાં આવેલા સંગઠનો સામે ફરીયાદ દાખલ કરવા મોરબી જિલ્લા પોલીસવડાને કરાઈ રજુઆત
મોરબી જિલ્લાના સામાજિક કાર્યકરો દ્વારા તાજેતરમાં ઝુલતા પુલ દુર્ઘટના કેસના મુખ્ય આરોપી જયસુખ પટેલના સમર્થનમાં આવેલા સંગઠનો સામે કાયદાકીય કાર્યવાહી કરવા માંગ કરી છે જાણવા મળતી વિગત મુજબ મોરબી શહેર જિલ્લાના સામાજિક આગેવાન ગૌતમભાઈ જયંતિભાઈ મકવાણા અને જગદીશભાઈ બાંભણીયા દ્વારા જયસુખ પટેલના સમર્થનમાં આવી જેતે સંગઠનોએ એક આરોપીને નિર્દોષ સાબિત કરવા અવનવા લખાણ વાયરલ કરીને બચાવવા પ્રયત્નો કરી કોર્ટની કાર્યવાહી સામે સવાલો ઉભા કરવાની સાથે સમાજમાં વેરભાવ ઉભા કરવા સોશિયલ મીડિયામાં વાયરલ કરેલા જે લખાણો તદ્દન પાયાવિહોણા અને સમાજમાં વેરભાવ સાથે કોમવાદ જેવુ વાતાવરણ ઉભુ કરવા પ્રયાસો કરનાર સંગઠનો વિરૂધ્ધ ફરીયાદ દાખલ કરીને કાયદાકીય કાર્યવાહી કરવા મોરબી જિલ્લા પોલીસવડાને રજુઆત કરીને માંગ કરી છે