મોરબી અત્રેના નવા નાગડાવાસ ના લીલાછમ મુરલીધર ક્રિકેટ ગ્રાઉન્ડમાં સોખડા, કૃષ્ણનગર, મધુપુર, રામપર, વાઘપર, જુના નાગાડવાશ એમ કુલ 6 ગામના બાળકોએ એક દિવસની ક્રિકેટ ટુર્નામેનમાં હોશભેર ભાગ લીધો હતો. જેમાં જુના નાગાડવાસ ટિમ ફાઇનલમાં વિજેતા જાહેર કરવામાં આવી દિલધડક ફાઇનલ મેચ રામપર રોયલ્સ અને નાગડાવાસ લાયન્સ વચ્ચે રમાયો હતો. વિજેતા ટીમનો પ્લેયર કૌશલ નિમાવત Man of the Series ઘોષિત કરવામાં આવ્યો હતો ગ્રાઉન્ડમાં હિંચકા, લપસણી તથા વિવિધ બાળકોને ગમે તેવા સાધનો હોવાથી ખૂબ ગમ્મ્ત પડી હતી. બપોરે તમામ બાળકોને મનગમતો અલ્પાહાર કરાવવામાં આવ્યો હતો. ગ્રાઉન્ડ ના બોયસ ને રમતા જોઈને આવનાર સમયમાં સ્ત્રી સશકતિકરણને અનુલક્ષીને પ્રાથમિક શાળામાં અભ્યાસ કરતી દિકરીઓની પણ એક ટુર્નામેન્ટ તાલૂકા શાળા તરફથી યોજાય એવી આશા ગ્રાઉન્ડના ઓનર સુરેશભાઈ ડાંગર તરફથી વ્યક્ત કરવામાં આવી હતી. કાર્યક્રમને અંતે C.R.C સંદીપભાઈ આદ્રોજા દ્વારા ઉજવળ ભવિષ્ય માટે આશા વ્યક્ત કરવામાં આવી હતી. એમ *પ્રદિપભાઈ કુવાડિયા સિનિયર ઉપાધ્યક્ષ રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘ* ની યાદીમાં જણાવવામાં આવે છ.