માળીયા (મી) પોલીસ સ્ટેશન વિસ્તારમાં નેશનલ હાઇવે રોડ ભીમસર ચોકડી પાસે પુલ નીચેથી એક ઇસમને ગેર કાયદેસર દેશી હાથ બનાવટનો તમંચા સાથે મોરબી એસ.ઓ.જી.ટીમે ઝડપી પાડયો છે.
મોરબી એસ.ઓ.જી. પોલીસ ટીમ માળીયા વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતા એ દરમિયાન પોલીસ હેડ કોન્સ્ટેબલ મોરબીને બાતમી મળેલ કે, એક ઇસમ પૂલ નીચે ઉભો છે અને તેની પાસે એક દેશી હાથ બનાવટનો તમંચો છે તે બાતમી વાળી જગ્યાએ રેઇડ કરતા મળેલ બાતમી વાળો ઇસમ રૂષભ કીરીટભાઇ શાહ ઉ.વ.૨૯ રહે.નવા જકશન રોડ મણીયાર નગર વિંગ નં-૧ બ્લોક નં-૧૦૫ સુરેંદ્રનગર જી.સુરેંદ્રનગર વાળાને દેશી હાથ બનાવટનો તમંચો નંગ-૧, કિં.રૂ. ૫,૦૦૦/- ના મુદ્દામાલ સાથે મળી આવેલ તેના વિરૂધ્ધ માળીયા (મી) પોલીસ સ્ટેશન ખાતે આર્મ્સ એકટ મુજબ ગુનો નોંધાવી આગળની ધોરણસરની કાર્યવાહી કરેલ છે